તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગર્ભવતી પત્નીને મૂકી પતિ અમેરિકા જતો રહેતાં પિતરાઇ ભાઇના સાટામાં લગ્ન કરનાર યુવતીનું જીવન ઝેર બન્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાસુ-સસરાના ત્રાસથી યુવતી માનસિક બીમાર બની, 181ની મદદ માંગી
  • સમજાવટ છતાં પણ કોઇ નિર્ણય ના લેવાતાં પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ

મહેસાણા: પિતરાઇ ભાઇના સાટામાં લગ્ન કરનારી યુવતીને આઠ મહિનાની ગર્ભાવસ્થામાં મૂકીને અમેરિકા ચાલ્યા ગયેલા પતિની ગેરહાજરીમાં પડોશી અને સાસરિયાંએ ત્રાસ આપતાં તેણી માનસિક બીમાર પડી ગઇ હતી. યુવતીના પરિવારે તેને અલગ રહેવા સહિતની શરતો મૂકી 181 અભયમની મદદ લેવાની સાથે પોલીસમાં ફરિયાદ આપવા તજવીજ કરી હતી.
બાળપણમાં માતા-પિતાના મૃત્યુ બાદ મામાના ઘરે ઉછરેલી યુવતીનાં લગ્ન તેના પિતરાઇ ભાઇના સાટામાં થયા હતા. મહેસાણા તાલુકાના ગામમાં લગ્ન કરીને આવેલી યુવતીનો પતિ તેને 8 મહિનાના ગર્ભાવસ્થા સમયે મૂકીને અમેરિકા ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ મોટેભાગે ટેન્શનમાં રહેતી યુવતીને પડોશી તેમજ સાસુ-સસરા દ્વારા કરાતી હેરાનગતિને કારણે માનસિક બીમાર પડતાં મહેસાણાના મનોચિકિત્સકની સારવાર લીધી હતી. માતા-પિતા વિનાની દીકરીને થતી હેરાનગતિ જોઇ તેના પરિવારે દરમિયાનગીરી કરી શુક્રવારે 181 અભયમની મદદ લીધી હતી. જેમાં યુવતીની હેરાનગતિ બંધ કરી તેને અલગ મકાન અપાવવા સંબંધે ચર્ચા થઇ હતી. જોકે, કલાકોની સમજાવટ છતાં કોઇ નિર્ણય ના લેવાતાં આખરે તેમને પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો