ઊંઝા / મા ઉમાના લક્ષચંડી યજ્ઞમાં મહેસાણાનું રૂ.16 લાખ હૂંડીરૂપે દાન

Mahasana donates Rs 16 lakh in bribe to Ma Uma's Laxhandi Yagna

  • ઊંઝામાં સંસ્થાન દ્વારા દૈનિક પાટલાના 145 યજમાનો અને હોદ્દેદારોનું સન્માન 
  • માના આ અભૂતપૂર્વ પ્રસંગમાં તન મન ધનથી જોડાઈ જવા મણિભાઈ (મમ્મી)નું આહ્વાન 

Divyabhaskar.com

Sep 16, 2019, 07:37 AM IST

મહેસાણાઃ ઊંઝામાં 18થી 22 ડિસેમ્બરના યોજાનાર મા ઉમિયાના લક્ષચંડી મહોત્સવમાં યજમાન બનવા માઇભક્તોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. મહેસાણા શહેર સહિત જિલ્લામાં અત્યાર સુધીમાં રૂ.ત્રણ લાખના યજમાનના ચાર પાટલા તેમજ રૂ.11 હજારના દૈનિક પાટલાના 145 યજમાન નોંધાયા છે. જિલ્લાના વિવિધ ગામોમાં કુલ રૂ.30 લાખની હૂંડી અપાઇ છે, જે પૈકી રૂ.16 લાખની હૂંડીરૂપે દાન ઉમિયા મહોત્સવમાં જમા થઇ ચૂક્યું છે. ચેરમેન મણીભાઈ (મમ્મી)એ સૌને આ અભૂતપૂર્વ પ્રસંગમાં તન મન ધનથી જોડાઈ જવા આહ્વાન કર્યું હતું.

રવિવારે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ઉમેશ્વર હોલમાં મહેસાણા જિલ્લાનો દાયિત્વ સ્વીકાર અને સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મહેસાણાથી નોંધાયેલા રૂ.7 લાખના દાતા (સોલા હોસ્ટેલ નિર્માણમાં) વસંતભાઈ પટેલ તથા રૂ.3 લાખના પાટલા ના 4 યજમાન, રૂ.11 હજારના દૈનિક પાટલાના 145 યજમાનો ઉપરાંત મહેસાણા શહેર સહિત જિલ્લામાં નોંધાયેલા તેમજ મા ઉમિયા 108 યુવા બ્રિગેડના 500 જેટલા હોદ્દેદારો અને સ્વયંસેવકોનું અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે સંસ્થાન પ્રમુખ મણીભાઇ (મમ્મી), મંત્રી દિલીપભાઈ નેતાજી, સંગઠનના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, લક્ષચંડી મહાયજ્ઞના પ્રોજેક્ટ ચેરમેન એમ.એસ. પટેલ તેમજ જિલ્લાના 38 અને મહેસાણા શહેરના 19 કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લા કન્વીનર ચિરાગભાઈ પટેલે આવકાર સંબોધન કર્યું હતું. મંત્રી દિલીપભાઈ નેતાજીએ લક્ષચંડી મહાયજ્ઞની માહિતી, પ્રવીણભાઈએ સંગઠન તેમજ એમ.એસ. પટેલે સમગ્ર પ્રોજેક્ટની સમજ આપી હતી. મહેસાણા જિલ્લા પ્રચાર પ્રસાર સમિતિના કન્વીનર ડૉ. વિક્રમભાઈ પટેલ અને કોર કમિટીના સભ્યોએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તાલુકા કન્વીનર છગનભાઇ પટેલે આભારવિધિ કરી હતી.

X
Mahasana donates Rs 16 lakh in bribe to Ma Uma's Laxhandi Yagna

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી