ઉત્તરાર્ધ ઉત્સવ / ભારતીય સંસ્કૃતિ પહેલેથી જ સૂર્ય ઉપાસના અને દેવી-દેવતાના માધ્યમથી જોડાયેલી છે:મુખ્યમંત્રી

Indian culture is already connected through sun worship and deities: CM

  • મોઢેરા સૂર્યમંદિરે દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ

Divyabhaskar.com

Jan 22, 2020, 08:32 AM IST
મહેસાણાઃ મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરના આંગણે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગીત નાટક અકાદમીએ જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી યોજાયેલા ઉત્તરાર્ધ ઉત્સવને મુખ્યમંત્રી રૂપાણીએ મંગલદીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો.
તેમણે કલાકારોનું બહુમાન કરતાં જણાવ્યું કે, અનેકતામાં એકતાની આપણી ભારતીય સંસ્કૃતિ તો પહેલેથી જ સૂર્ય તથા દેવી-દેવતાઓના માધ્યમથી પરસ્પર જોડાયેલી છે. અનેક ભાષા-પ્રાંત-બોલીઓ, પહેરવેશ અને સંસ્કૃતિ હોવા છતાં એક ભારત શ્રેષ્ઠ ભારત જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આધુનિક અને વિકસતા યુગમાં સૂર્ય ઉપાસના માટે સૂર્યશકિતના મહત્તમ વિનિયોગ માટે સૌર ઊર્જા સોલાર એનર્જીનું હબ હવે ગુજરાત બન્યું છે અને એ સૂર્યપ્રકાશને સૌર ઊર્જા સોલાર એનર્જીમાં રૂપાંતરિત કરી ગુજરાતે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત વિકસાવ્યા છે. આ જિલ્લાની સમીપે આવેલું ચારણકા તો એશિયાના સૌથી મોટા સોલારપાર્કનું ગૌરવ ધરાવે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, તે સમયે વૈજ્ઞાનિક સાધનો ન હોવા છતાં ટાંચા સાધનોના એ યુગમાં પણ અદભૂત ગણતરી અને ભૌમિતિક આયોજન સાથે કરાયેલી આ મંદિરની રચના ગુજરાતનો વારસો સૈકાઓ પહેલાં પણ કેવો સમૃદ્ધ હતો તેની પ્રતીતિ કરાવે છે. 12 મહિના મુજબ સૂર્યની 12 પ્રતિમા, 52 અઠવાડિયા પ્રમાણે 52 સ્તંભ, દિવસ પ્રમાણે 365 હાથી પર સભામંડપ અને 7 દિવસ મુજબ 7 ઘોડા સૂર્યનો રથ અને 8 પ્રહર પ્રમાણે સૂર્યની અષ્ટપ્રતિમા છે અને આજે પણ લોકો આ ગણતરીને અનુસરે છે.ઉત્તરાર્ધ ઉત્સવના પ્રથમ દિવસે ગણેશવંદના, ભરતનાટ્યમ, ઓડીસી, કચીપુડી બેલે, મોહિનીઅટ્ટમ સહિતના નૃત્યો કલાકારો દ્વારા પ્રસ્તુત કરાયા હતા.
આ પ્રસંગે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી ઇશ્વરભાઇ પટેલ, અગ્ર સચિવ સી.વી.સોમ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર એચ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ વડા મનિષસિંહ, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, સભ્ય સચિવ જ્યોતિષ ભટ્ટ સહિત આમંત્રિતો અને કલારસિકો હાજર રહ્યા હતા.
X
Indian culture is already connected through sun worship and deities: CM

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી