મહેસાણા / મહિલાને હિપ્નોટાઇઝ કરી બે ગઠિયા દોઢ લાખનાં સોનાના દાગીના ઉતરાવી લઇ છૂ

Hypnotize the woman and take down two rugs of 1.5 lakh gold jewelry.

  • મહેસાણાના તોરણવાળી માતાના ભરચક ચોકમાં ધોળેદહાડે બનેલો બનાવ
  • દાગીના કાઢી પથ્થર અને પિત્તળની બંગડી બાંધેલો રૂમાલ પકડાવી રફૂચક્કર

Divyabhaskar.com

Oct 22, 2019, 08:53 AM IST

મહેસાણાઃ બહેનના ઘરેથી સામાજિક પ્રસંગેથી પરત ફરેલાં મહિલાને મહેસાણાના તોરણવાળી માતાના ચોકમાં બે ગઠિયા ભેટી ગયા હતા. પાલનપુરનો રસ્તો પૂછી વાતોમાં વાળ્યા બાદ ગઠિયો મહિલાને સેવા કેન્દ્ર પાસે લઇ જઇ સોનાના દોઢ લાખથી વધુના દાગીના ઉતરાવી પથ્થર અને ખોટી બંગડીઓ બાંધેલા રૂમાલની પોટલી હાથમાં પકડાવી ભાગી છુટવાની ઘટનાએ પોલીસને દોડતી કરી મૂકી છે. મહિલાની ફરિયાદ આધારે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

મહેસાણામાં ઉંચીશેરીમાં રહેતાં ભાવનાબેન નિલેશભાઇ ઠાકર રવિવારે ગાંધીનગર બહેનના ઘરે સામાજિક પ્રસંગે ગયાં હતાં અને અહીંથી રાત્રે એસટી બસમાં ગોઝારિયા અને ત્યાંથી ઇકો ગાડીમાં બેસી મહેસાણા પહોંચ્યા હતા. સાંજના 5 વાગે તેઓ ફુવારાથી ચાલતાં તોરણવાળી ચોકમાં સાંકાભાઇ કોમ્પલેક્ષ નજીકથી પસાર થતાં હતાં, ત્યારે 14 વર્ષના કિશોરે તેમને પાલનપુર જવાનો રસ્તો પૂછી ઊભાં રાખ્યાં હતાં અને 5 મહિનાથી શેઠે પગાર ના આપતાં ચાલતો જઇ રહ્યો હોવાનું કહી રડવા લાગ્યો હતો. આથી કિશોરની દયા ખાઇ ભાવનાબેને તેને ભાડાના કરી રૂ.200 આપ્યા હતા. આ દરમિયાન તેમની બાજુમાં આવીને ઉભા રહી ગયેલા વાદળી ટી-શર્ટ અને જીન્સ પહેરેલા યુવાને આ છોકરો શેઠને ત્યાંથી મોટી ચોરી કરીને નીકળ્યો છે તેમ કહેતાં જ મહિલાએ તેને પોલીસને સોંપવાની વાત કરી હતી.

જોકે, આ શખ્સે ચોરીની વસ્તુ જોવા રીતસર જીદ કરી મહિલાને હીપ્નોટાઇઝ કરતાં તેણી બંને ગઠિયાની સાથે ચાલતાં સેવા કેન્દ્ર પાસે પાર્કિંગની બાજુમાં સીડી પાસે પહોંચ્યાં હતાં. આ સમયે ગઠિયાએ કહ્યા મુજબ, મહિલાએ પોતે પહેરેલી સોનાની 32 ગ્રામની બંગડી, 17 ગ્રામનું ડોકિયું, 8 અને 4 ગ્રામની 2 વીંટી ઉતારીને આપી દીધી હતી. જ્યારે ગઠિયાએ આપેલું રૂમાલનું પોટકું ઘરે જઇને ખોલતાં તેણી ચોંકી ગયા હતાં પોતે કાઢેલા ઘરેણાં સમજીને લીધેલા પોટકામાંથી કાંકરા અને પિત્તળની બે બંગડી મળતાં હેબતાઇ ગયાં હતાં. લગભગ 40 મિનિટ બાદ સ્વસ્થ થયેલાં મહિલાએ એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

X
Hypnotize the woman and take down two rugs of 1.5 lakh gold jewelry.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી