ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન-વાઇસ ચેરમેનની સોમવારે ચૂંટણી યોજાશે પણ પરિણામ જાહેર નહીં કરી શકાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે બપોરે હાઇકોર્ટમાં એલપીએની સુનાવણીમાં ડાયરેકશન મુજબ આગળ કાર્યવાહી થશે

મહેસાણાઃ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે 30મીને સોમવારે સવારે 10 વાગે પુન: ચૂંટણી યોજાનાર છે. આ દરમિયાન હાઇકોર્ટમાં ચાલતી અલગ અલગ એલપીએની સુનાવણીમાં શુક્રવારે કોર્ટે ચૂંટણી યોજવી પણ પરિણામ જાહેર કરવું નહીં તે અંગે ડાયરેક્શન આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોમવારે જ આ એલપીએને લઇ બપોરે 2.30 વાગે હાઇકોર્ટમાં સુનાવણી પણ ચાલશે. જે સુનાવણી 5 એલપીએના સંભવત: અંતિમ ફેંસલામાં પણ આવી શકે છે.
 
મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેકમાં પ્રોફેશનલ ડિરેક્ટર, સરકારી પ્રતિનિધિ વગેરે મામલે એન.પી. પટેલ, ડી.જે. પટેલ સહિતની કુલ 5 એલપીએ હાઇકોર્ટમાં થયેલી છે. જે કોર્ટમાં એકસાથે ચાલી રહી છે. સરકારી પ્રતિનિધિને લઇને પણ એલપીએ થયેલી છે. આ દરમિયાન શુક્રવારે હાઇકોર્ટમાં ખાસ સુનાવણી આગળ ન વધતાં સોમવારે ચૂંટણી પૂર્ણ કરો, પરિણામ જાહેર નહીં કરતાં એવું ઇન્ટીમેશન ચૂંટણી અધિકારીને અપાયું હોવાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...