મહેસાણા / દલિત યુવકની હત્યા મુદ્દે ઉશ્કેરણીજનક મેસેજ કરનાર મગુનાના યુવક સામે ગુનો

Crime against youth  who was provocative message on the killing of Dalit youth

  • હત્યાને અંજામ આપનારા પરિવારને રૂ.10 હજારનુ ઇનામ જાહેર કર્યાનો ઉલ્લેખ કર્યો હતો

Divyabhaskar.com

Jul 12, 2019, 08:09 AM IST

મહેસાણા: પ્રેમલગ્નના મુદ્દે દલિત યુવકની હત્યા મામલે વરમોર ગામના પરિવારને રૂ. 10 હજારનું ઇનામ જાહેર કરવાની સાથે પોલીસ પ્રોટેકશન છતાં યુવકનું માથુ કાપી બદલો લેવા સહિતનું ઉશ્કેરણીજનક લખાણ લખી વોટ્સઅપ ગૃપમાં ફરતું કરનાર મગુના ગામના યુવક સામે સાંથલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

માંડલના વરમોર ગામે ઊંઝાના વરવાડા ગામના દલિત યુવકનું દરબાર યુવતી સાથે પ્રેમલગ્ન કરવાના મુદ્દે હત્યા કરવાના કેસ સંબંધે મોબાઇલમાં વોટ્સઅપ ફરતો થયો હતો. જેમાં હું મખવાન અશોકસિંહ મગુના જે ઘટના વરમોર ગામે બની તે પરિવારને રૂ.10 હજાર ઇનામ જાહેર કરું છું.

આપણા રાજપુત સમાજની દીકરીને દલિત છોકરો ભગાડી કોર્ટ મેરેજ કરેલ ને પોલીસ પ્રોટેકશન હોવા છતાં માથુ કાપી બદલો લીધો. આ વીરયોધ્ધાને લાખ લાખ સલામ સાથે રાજપુત સમાજને મારો સંદેશ કે આ સાહસવીર પરિવારને આર્થિક મદદ કરીને દરેક સંગઠનને મદદ કરવા સમાજના યુવાનોને ક્રાંતિ લાવવી જોઇએ. અનેક ગૃપોમાં વાયરલ મેસેજ કર્યો હતો.

X
Crime against youth  who was provocative message on the killing of Dalit youth
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી