યુવતી સાથે મોબાઇલ પર વાતચીત મુદ્દે બબાલ, માતા-પુત્રને તલવારના ઘા માર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જોટાણાના વિરસોડા ગામની ઘટના,4 હુમલાખોરો સામે ફરિયાદ

મહેસાણાઃ જોટાણા તાલુકાના વિરસોડા ગામે યુવતી સાથે મોબાઇલ પર વાતચીત કરવાના મુદ્દે પિતરાઇ ભાઇની દુકાન બંધ કરાવવા મુદ્દે સમજાવવા ગયેલા યુવક અને તેની માતા ઉપર ચાર શખ્સોએ તલવાર અને ધારિયાથી હિંસક હુમલો કર્યો હોવાની ફરિયાદ સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જીતેન્દ્ર અભયસિંહ ઝાલાના પિતરાઇ અજયસિંહે ગામની યુવતી સાથે મોબાઇલ પર વાતચીત કરતાં તેની અદાવત રાખી અર્જુનસિંહ ભીખુભા ઝાલા સહિતે ગામમાં જીતેન્દ્રસિંહ ઝાલાના પિતરાઇ ભાઇ હરિચંદ્રસિંહની કરિયાણાની દુકાન બંધ કરાવી હતી. 
 
આથી જીતેન્દ્રસિંહ ખેતરથી પત્ની અને માતાને બાઇક પર લઇ મહાદેવ મંદિરના ચોકમાં પહોંચ્યા ત્યારે અર્જુનસિંહ સહિત ચાર શખ્સો ઊભા હોઇ તેમણે બાઇક ઊભું રાખી દુકાન બંધ કરાવવા બાબતે સમજાવી રહ્યા હતા, ત્યાં અર્જુનસિંહે તેમના પર તલવારથી હુમલો કરી ઢીંચણ ઉપર ઇજા કરી હતી, જ્યારે પુત્રને બચાવવા વચ્ચે પડેલાં હવુબાને પણ કપાળમાં તલવાર વાગી હતી. આ ઘટના અંગે જીતેન્દ્રસિંહ ઝાલાએ અર્જુનસિંહ ભીખુભા ઝાલા, જબ્બરસિંહ મનુભા ઝાલા, અખેરાજસિંહ સરદારસિંહ ઝાલા અને અનુભા સરદારસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે.