મહેસાણા / બે વિકૃતોએ મળીને મુકબધિર યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વીડિયો ઉતાર્યો

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 03:24 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • મૂકબધિર યુવકને વાતોમાં ભોળવી કૃત્ય આચર્યું અને વીડિયો વાઈરલ કર્યો


મહેસાણા: ઝુલાસણ ગામે જન્મથી બહેરા-મૂંગા યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરી તેનો વીડિયો ફરતો કરતાં ખળભળાટ મચી ગયો છે. યુવકના પિતાએ નંદાસણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગામના વર્કશોપમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: કડીના ઝુલાસણ ગામના 19 વર્ષના મૂકબધિર યુવકને ગામના જ ભોપાભાઇ રાવળે ગત 10 માર્ચ પહેલા યુવકને વાતોમા ભોળવીને લઇ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કર્યુ હતુ. જ્યારે તેની સાથે રહેલા મિત્ર ભુરાભાઇ રાવળે સમગ્ર ઘટનાનો મોબાઇલમા વીડિયો ઉતારી વાયરલ કરતા જ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. યુવકના પિતાએ તેમના મોબાઇલમાં આવેલ પુત્રનો વીડિયો આવતા ઘટના અંગે સગા-સંબધીઓને જાણ કરી તપાસ કરતા આ બનાવ ગામમાં વર્કશોપમા બન્યો હોવાનુ ખુલ્યુ હતું.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App