તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજીમાં 8.50 કરોડના ખર્ચે બનશે બહુમાળી પાર્કિંગ કોમ્પલેક્ષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તીર્થધામમાં વાહન પાર્કિંગની સમસ્યાના કાયમી ઉકેલ માટે મંદિર નજીક 3 માળનું બિલ્ડીંગ ઊભું કરાશે
  • ઉ.ગુ.માં પ્રથમ, સાથે ધાબા ઉપર બેસી ખાણી-પીણીની મજા માણી શકાય તે માટે ત્રીજામાળે બનશે ફૂડકોર્ટ
મહેસાણા: શક્તિપીઠ બહુચરાજી ખાતે બહુચર માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓના વાહન પાર્કિંગની સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની છે. ત્યારે તેના હલ માટે જિલ્લા પંચાયત દ્વારા અહીં મલ્ટીસ્ટોરીડ પાર્કિંગ કોમ્પલેક્ષ ઊભું કરવાનો નિર્ણય કરાયો છે. શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત અંદાજે રૂ.8.50 કરોડના ખર્ચે ત્રણ માળ ઊંચું ભવન તૈયાર કરાશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 25 બસો, પ્રથમ અને બીજા ફ્લોર ઉપર 76 કાર તેમજ 734 બાઇક પાર્કિંગ થઇ શકશે. જ્યારે ત્રીજા માળે ખાણી-પીણીનું બજાર ઊભું કરાશે.

જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી અને બહુચરાજી મંદિર ટ્રસ્ટનાં વહીવટદાર અને પ્રાંત અધિકારી કેતકીબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ બહુચરાજીની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મંદિરની નજીક મણિધર વિલેજની આગળ નાળા ઉપર બહુમાળી પાર્કિંગ કોમ્પલેક્ષ બનાવવા માટેની દરખાસ્ત જિલ્લા માર્ગ અને મકાન વિભાગે તૈયાર કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે રાજ્યના અધિક વિકાસ કમિશનરને મોકલી આપી છે. આ વ્યવસ્થાનું સંચાલન અને જાળવણી ગ્રામ પંચાયત કરશે. આ પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા ધરાવતું બહુચરાજી ઉત્તર ગુજરાતનું પ્રથમ ગામ બનશે.

બહુચરાજીમાં રોજબરોજ હજારો શ્રદ્ધાળુઓ બહુચર માતાજીના દર્શને આવે છે. મંદિર હાઇવે પર હોઇ અને આસપાસમાં પાર્કિંગ માટે પૂરતી જગ્યા ન હોઇ હાઇવે પર જ વાહનો પાર્ક કરતા હોઇ રવિવારે, પૂનમે અને તહેવારોમાં ભારે ટ્રાફિક થાય છે. બહુમાળી પાર્કિંગ બનતાં ટ્રાફિક સમસ્યા હલ થશે.

4) બહુમાળી પાર્કિંગમાં વ્યવસ્થા

મહેસાણા-વિરમગામ રોડ પરથી એન્ટ્રી અપાશે.

એક્સેસ કંટ્રોલ સિસ્ટમ, એન્ટ્રી લીફ્ટ સાથે.

ફાયર ડિટેક્શન, એલાર્મ અને ફાઇટિંગ સિસ્ટમ

ફાયર હાયડ્રન્ટ અને સ્પિંક્લર સિસ્ટમ

સીસીટીવી અને સાઇનેજીસ

ગ્રાઉન્ડ ફ્લોર પર વહીવટી કક્ષ

સેકન્ડ ફ્લોર ઉપર લેડીઝ અને જેન્ટસ માટે લોકરરૂમ, ટોઇલેટ બ્લોક, બાથરૂમ, ચેન્જિંગ રૂમ અને સ્ટોરરૂમની અલગ અલગ વ્યવસ્થા.

થર્ડ ફ્લોર ઉપર ખાણી-પીણીની વ્યવસ્થા કરાશે.

13) a

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો