ગોળીબાર / ગાંધીનગર એલસીબીની ટીમ પર કડી છત્રાલ રોડ પર ફાયરિંગ, 3 શખ્સ ફરાર

DivyaBhaskar | Updated - Mar 13, 2019, 07:43 PM
3 person firing on mehsana lcb on kadi chhatral highway

મહેસાણા/ ગાંધીનગર: કડી-છત્રાલ રોડ પર આજે બપોરે આરોપીઓની વોચમાં રહેલી ગાંધીનગર એલસીબીની ટીમ પર ત્રણ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.

લૂંટનો પ્રયાસ કરનાર શખ્સોએ જ એલસીબીની ટીમ પર ફાયરિગ કર્યું હોવાની પોલીસને શંકા

ગઈકાલે ગાંધીનગરના વાવોલની એસબીઆઈ બેકમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઈક પર આવેલા ત્રણ શખસોએ લૂંટ કરી હતી. જેમાં ગાંધીનગર એલસીબીની ટીમે બાતમી આધારે કડી છત્રાલ રોડ પર ઈરાણા ગામ પાસે વોચ ગોઠવી હતી. ત્રણ સવારી બાઈક આવતા પોલીસને તેઓ શંકાસ્પદ લાગતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બાઈક પર આવેલા શખ્સોએ પોલીસ પર ફાયરિંગ કરી કલોલ તરફ ફરાર થયા હતા. ઘટનાને પગલે મહેસાણા જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. SBI બેંકમાં લૂંટનો પ્રયાસ કર્યો કરનાર આરોપીઓએ જ ગાંધીનગર એલસીબીની ટીમ પર ફાયરિગ કર્યું હોવાની પોલીસને શંકા છે.

X
3 person firing on mehsana lcb on kadi chhatral highway
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App