તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂનો કેસ નહીં કરવાના બદલામાં 80 હજાર લાંચ લેતાં ઉનાવાનો પો.કોન્સ્ટેબલ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ એસીબીએ ઉનાવાની આલ્ફા હોટલ સામે છટકું ગોઠવી મિતેશ ઠાકોરને લાંચ લેતાં દબોચ્યો
  • ઊંઝાના ડાભી પાસે દારૂ સાથે પકડાયેલા શખ્સ પાસેથી રૂ.1.30 લાખ પૈકી 50 હજાર વસૂલ્યા હતા

મહેસાણા: બે દિવસ પૂર્વે નંબર પ્લેટ વિનાના એકટીવા ઉપર દારૂની પોટલીઓ સાથે મળેલા શખ્સ સામે કાર્યવાહીના મુદ્દે રૂ.80 હજારની લાંચ સ્વીકારતો ઉનાવા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ મિતેશ ઠાકોર સોમવારે સાંજે પાટણ એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો. અગાઉ આજ કેસમાં ઝડપાયેલા કોન્સ્ટેબલે રૂ.50 હજાર વસુલ્યા હતા. આ રેડના પગલે પોલીસ બેડામાં હલચલ મચી હતી.
બે દિવસ પહેલાં ઊંઝા તાલુકાના ડાભી ગામ નજીકથી નંબર પ્લેટ વિનાના એકટીવા ઉપર દારૂની પોટલીઓ સાથે શખ્સ ઝડપાયો હતો. પરંતુ તે સમયે ઉનાવા પોલીસે તેની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી ન હતી અને તે પેટે રૂ.1,30,000ની માંગણી કરી હતી. કેસ થતો અટકાવવા આ શખ્સે રૂ.50 હજાર ચુકવ્યા હતા. જ્યારે બાકીના રૂ.80,000 સોમવારે આપવાનો વાયદો કર્યો હતો. જોકે, આ શખ્સ લાંચ આપવા માંગતો ન હોઇ તેણે પાટણ એસીબીમાં આ સંબંધે ફરિયાદ આપી હતી.  જે અંતર્ગત પાટણ એસીબી પીઆઇ એ.પી.સોલંકીએ સોમવારે સાંજે છટકું ગોઠવ્યું હતું. જેમાં સાંજે  સાત વાગે ઉનાવા સ્થિત આલ્ફા હોટલની સામે આ કેસમાં લાંચની રકમ સ્વીકારતાં પોલીસ કોન્સ્ટેબલ મિતેશ ઠાકોર નજીકમાં હાજર એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. ઉનાવા પોલીસ સ્ટેશન લવાયેલા પોલીસ કોન્સ્ટેબલ મિતેશ ઠાકોર સામે ગુનો નોંધી પાટણ એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો