ઉત્તર ગુજરાત / ચાર બેઠકો માટે 60 ટકા મતદાન, સૌથી વધુ 69 ટકા મતદાન થરાદમાં, સૌથી ઓછું 46.15 ટકા ખેરાલુમાં

60% voting for the four seats, 69% voting in Tharad, the lowest 46.15% in Kheralu

  •  થરાદમાં 68.95%, 2017થી 17 % ઓછું, ખેરાલુમાં 46.15%, 2017થી 26% ઓછું
  • બાયડમાં 61.01%, 2017થી 9% ઓછું, રાધનપુરમાં 62.95%, 2017થી 6% ઓછું
  • રાધનપુરમાં 62.95 અને બાયડમાં 61.01 ટકા મત પડ્યા

Divyabhaskar.com

Oct 22, 2019, 10:03 AM IST

મહેસાણાઃ ઉત્તર ગુજરાતની ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ એમ ચાર વિધાનસભા બેઠક માટે સોમવારે સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. આ સાથે ખેરાલુ બેઠકના ચાર સહિત કુલ 28 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું હતું. 2017માં સામાન્ય ચૂંટણી યોજાયાના બે વર્ષમાં જ આવેલી પેટાચૂંટણીને લઇ મતદારોમાં સ્પષ્ટ નિરુત્સાહ જોવા મળ્યો હતો. ચારેય બેઠકો પર 5 ટકાથી લઇને 25 ટકા સુધી મતદાન ઓછું થયું છે. સૌથી ઓછું મતદાન ખેરાલુ બેઠકમાં 46.15 ટકા નોંધાયું છે. 2017માં અહીં 71.86 ટકા થયું હતું, જે 25.71 ટકા ઓછું છે.

થરાદમાં 68.95 ટકા નોંધાયું છે, જે 2017 (86.06 ટકા) કરતાં 17.11 ટકા ઓછું છે. રાધનપુરમાં 2017માં 68.51 ટકા થયું હતું, જ્યાં આ ચૂંટણીમાં 62.95 ટકા એટલે કે 5.56 ટકા ઘટાડો નોંધાયો છે. બાયડમાં 61.01 ટકા મતદાન થયું છે. જે 2017 (70.71 ટકા) કરતાં 9.70 ટકા ઓછું છે. બાયડમાં માલપુરના પટેલીયાના મુવાડાના ગ્રામજનોએ ગ્રામ પંચાયત વિભાજન મુદ્દે જ્યારે રાધનપુરમાં દહીંગામડાના ગ્રામજનોએ નર્મદા નહેરના પાણી મુદ્દે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જોકે, તંત્રની સમજાવટ બાદ મોડેથી મતદાન શરૂ થયું હતું. હવે મત ગણતરી 24મીને ગુરુવારે યોજાશે. બીજીબાજુ ઓછા મતદાને રાજકીય પક્ષોને ચિંતામાં મૂકી દીધા છે. નજીકમાં દિવાળીના તહેવારો અને ખેતીની સિઝનને લઇને પણ મતદાન પર અસર પડી હોવાનું મનાય છે.


ઓછા મતદાનને લઇ રાજકીય પક્ષોમાં ઉચાટ
ખેરાલુ વિધાનસભાની સોમવારે યોજાયેલી પેટાચૂંટણીમાં 46.15 ટકા જેટલું સાવ નિરસ મતદાન થયું હતું. દિવાળીના તહેવારો નજીક હોઇ અને ખેતીવાડીની સિઝનના કારણે બે વર્ષના ટૂંકા ગાળામાં આવી પડેલી ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો. 7 ઇવીએમ ખોટવાના બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. સવારે 8થી 11 વાગ્યા સુધીમાં 11.88 ટકા મતદાન થયું હતું. બપોરે 1 વાગ્યા બાદ ખેરાલુ શહેરમાં મતદારો મતદાન કરવા નીકળતાં ત્રણ વાગ્યા સુધી 32.42 ટકા અને પાંચ વાગ્યા સુધી 42.81 ટકા મતદાન નોંધાયું હતું. ખેરાલુ શહેરના મોટાભાગના મતદાન મથકો ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ખેરાલુ વિધાનસભામાં ખેરાલુ અને સતલાસણા તાલુકો, ખેરાલુ નગર તેમજ વડનગર તાલુકાના 24 ગામોનો સમાવેશ થાય છે.

થરાદમાં કમળને વોટ કરવા અપીલ કરતી દૂધ ડેરીની ચબરખી વાયરલ
થરાદ તાલુકાના એક ગામમાં દૂધ ડેરીની ફાટેલી ત્રણ ટુકડા વાળી ચબરખી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં એક ટુકડામાં ધી ઉગમણાવાસ તા. 21/10/19 સવારે 6.49 જ્યારે બીજા ટુકડામાં 0075 માળી પાતાજી વેલાજી લખેલુ અને તેમાં કમળના નિશાન પર વોટ કરવું તેવું કોમ્યુટરની પરચીના ટુકડા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

અલ્પેશ પર સૌની નજર
અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર ચૂટાયા પછી કોંગ્રેસ માંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ફરી એજ સ્થળ પર ધારાસભ્ય બનવા પેટાચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેની સામે ઉભા થયેલા વિવાદોને લઇ રાજ્યમાં અલ્પેશ જીતશે કે કેમ અને ચૂંટણીના શું પરિણામ આવશે તે બાબતે સહુકોઇની નજર મંડરાઈ છે.

અબીયાણામાં લાઈટ ગઈ
અબિયાણામાં ચાલુ ચૂંટણી વચ્ચે લાઈટ જતા સીસીટીવી કેમેરા બંધ થયા હતા ચૂંટણી નોડલ અોફીસર ડી.બી.ટાંકે જણાવ્યું કે ઇજનેરને મોકલી લાઇટ અને સીસી કેમેરા ચાલુ કરાવ્યા હતા.

બે ગામોમાં ચૂંટણી બહિષ્કારથી દોડધામ
રાધનપુર બેઠકના દહીંગામડામાં ગ્રામજનોએ નર્મદાની નહેરનું પાણી નહીં મળતાં મતદાનનો બહિષ્કાર કરતાં દોડી આવેલા રાજકીય આગેવાનોએ ખાતરી આપતાં મતદાન શરૂ થયું હતું. તો માલપુરના પટેલીયાના મુવાડાના ગ્રામજનોએ ગ્રામ પંચાયત વિભાજન મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, બાદમાં અધિકારીઓએ ઉકેલની મૌખિક ખાત્રી આપતાં ચાર કલાક બાદ મતદાન શરૂ થયું હતું.

માલપુરના પટેલીયાના મુવાડામાંચૂંટણી બહિષ્કાર
પેટાચૂંટણીનો માલપુર તાલુકાના પટેલીયા મુવાડાના ગ્રામજનોએ ગ્રામ પંચાયતના વિભાજનના પ્રશ્ને અને પ્રાથમિક સુવિધાના અભાવે બહિષ્કાર કર્યો હતો. મતદાન મથક ઉપર ચાર કલાક સુધીમાં માત્ર ત્રણ જ મતદારોએ મતદાન કર્યું હતુ. ગામના 500 ઉપરાંત મતદારોએ પંચાયતના વિભાજનની માગણી અને રસ્તા-લાઇટ અને પાણીની પ્રાથમિક સુવિધાની માગણીઓનું નિરાકણ લાવવાનું કહેતા સ્થળ ઉપરના અધિકારીઓએ ગ્રામજનોની માગણીઓનો ઉકેલ લાવવાની મૌખિક ખાત્રી આપતાં મતદાન શરૂ થયું હતુ.

રાધનપુરના દહીંગામડા, માલપુરના પટેલીયાના મુવાડાના ગામોમાં ચૂંટણી બહિષ્કારથી દોડધામ
રાધનપુર બેઠકના દહીંગામડામાં ગ્રામજનોએ નર્મદાની નહેરનું પાણી નહીં મળતાં મતદાનનો બહિષ્કાર કરતાં દોડી આવેલા રાજકીય આગેવાનોએ ખાતરી આપતાં મતદાન શરૂ થયું હતું. તો માલપુરના પટેલીયાના મુવાડાના ગ્રામજનોએ ગ્રામ પંચાયત વિભાજન મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, બાદમાં અધિકારીઓએ ઉકેલની મૌખિક ખાત્રી આપતાં ચાર કલાક બાદ મતદાન શરૂ થયું હતું.

દિવ્યાંગ દીકરાને ખભે ઊંચકી મતદાન કરાવ્યું
રાધનપુરમાં નાગોરી વાસ માં રહેતા 35 વર્ષ ના અબ્દુલ મન્સૂરી બન્ને પગે દિવ્યાંગ હોવા છતાં છેલ્લા પંદર વર્ષથી દરેક ચૂંટણીમાં તેમના પરિવારના સભ્યો ખભે ઊંચકીને મતદાન કરાવે છે .સોમવારે રાધનપુર કે બી વકીલ હાઈસ્કૂલ ખાતે ભાઈના સહારે મતદાન કર્યું હતું.

ખેરાલુ શહેર સહિત છ સ્થળે ઇવીએમ ખોટવાયાં
ખેરાલુ શહેરમાં મોકપોલ દરમિયાન સાત વીવીપેટ, ચાર કંટ્રોલ યુનિટ અને એક બેલેટ યુનિટ ખોટવાતાં બદલી દેવાયાં હતાં. જ્યારે તાલુકાના વરેઠા, પીંપળદર, ડભાડ, ડભોડા, લાલાવાડા, સામોજા અને મલેકપુરમાં 6 વીવીપેટ, એક બેલેટ યુનિટ અને એક કંટ્રોલ યુનિટમાં ખામી સર્જાતાં બદલાયાં હોવાનું ચૂંટણી સૂત્રોએ જણાવ્યું હતું.

​​​​​​​

બાયડ તાલુકામાં ચાર સ્થળે EVM ખોટકાયા
બાયડ તાલુકાના ગાબટ અને ચોઇલા સ્કૂલના અને માલપુર તાલુકાના હેલોદર અને માનવાળ ખાતેની શાળામાં આવેલા મતદાન મથક ઉપર ઇવીએમ ખોટકાતાં ઝોનલ અધિકારીઓ દોડી ગયા હતા અને રિઝર્વ કોટામાં રાખેલા ઇવીએમ અપાતાં પુન: રાબેતા મુજબ મતદાન શરૂ થયું હતુ.

દહીંગામડા અને પટેલીયાના મુવાડામાં ચૂંટણી બહિષ્કાર
રાધનપુર બેઠકના દહીંગામડામાં નર્મદા નહેરનું પાણી નહીં મળતાં મતદાનનો બહિષ્કાર કરાયો હતો. તો માલપુરના પટેલીયાના મુવાડાના ગ્રામજનોએ ગ્રામ પંચાયત વિભાજન મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. બાદમાં અધિકારીઓએ ઉકેલની મૌખિક ખાત્રી આપતાં ચાર કલાક બાદ મતદાન શરૂ થયું હતું.

ક્યાંક ઇવીએમ તો ક્યાં વીવીપેટ ખોટવાયાં
>>રાધનપુર વિધાનસભામાં સમીના જાખેલ, રાધનપુર અને પીપરાળા ગામે ઇવીએમ ખોટવાયા હતા. પીપરાળામાં બે વખત ઇવીએમ ખોટકાયું હતું.
>>અબીયાણામાં મતદાન દરમિયાન લાઈટ જતાં સીસીટીવી કેમેરા બંધ થઇ ગયા હતા.
>>થરાદ વિધાનસભામાં મોકપોલમાં ભરડાસર અને ડેડુવામાં વીવીપેટ, જ્યારે ગડસીસરમાં કંટ્રોલ યુનિટ ખોરવાયાં હતાં. ઈઢાટા, જાદરા, થેરવાડા, ઉંટવેલીયા અને મલુપુરમાં વીવીપેટ તેમજ લુવાણા અને જાણદીમાં કંટ્રોલ યુનિટ બદલવા પડ્યા હતા.
>>બાયડ વિધાનસભામાં બાયડના ગાબટ અને ચોઇલા તેમજ માલપુર તાલુકાના હેલોદર અને માનવાળમાં ઇવીએમ ખોટકાયાં હતાં.

X
60% voting for the four seats, 69% voting in Tharad, the lowest 46.15% in Kheralu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી