ખેરાલુના મલેકપુર પાસે અકસ્માત, 15 મજૂર ભરેલા ડાલામાં 6ના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીપ ઝાડ સાથે અથડાતા 5ની જિંદગીનું દિપ બુઝાયા - Divya Bhaskar
જીપ ઝાડ સાથે અથડાતા 5ની જિંદગીનું દિપ બુઝાયા
  • 15 મજૂરો ભરેલું ડાલુ રોડની સાઇડે ખાડામાં ઉતરી ઝાડ સાથે અથડાયું
  • હિંમતનગર પાણીની ટાંકીના કામે મધ્યપ્રદેશના મજૂરો જતા હતા

વિસનગરઃ કચ્છથી હિંમતનગર જઇ રહેલા મધ્યપ્રદેશના મજૂરો ભરેલા પીકઅપ ડાલાને બુધવારે રાતે 2 વાગે ખેરાલુના મલેકપુર નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા, એક બાળક સહિત 6 લોકોનાં મોત થયાં હતાં. જેમાં એક દંપતી હતું. જ્યારે 7 જણાને ગંભીર ઇજા પહોંચી હતી. ડાલુ હાઇવે પર પડેલા ખાડામાં પટકાયા બાદ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં 30 મીટર દૂર ઝાડ સાથે અથડાયું હતું. જેમાં ડાલામાં ઉપર બેઠેલા 15 મજૂરોને માથામાં ઝાડનાં ડાળાં વાગતાં નીચે પટકાયાં હતાં.ઇજાગ્રસ્તને ખેરાલુ સિવિલ ખસેડાયયા હતા. પોલીસે ડાલાચાલક સામે ગુનો નોંધ્યો છે.

ગાડી સ્પિડમાં હોવાથી ઝાડ સાથેે અથડાઈ
ખેરાલુ તાલુકાના મલેકપુર નજીક બની રહેલા ફોરલેન રોડની સાઇડમાં પડેલા ખાડામાં ડાલુ પટકાતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ગાડી સ્પીડમાં હોઇ ખાડામાંથી બહાર નીકળી ઝાડ નજીક ઉભી થઇ હતી. જેમાં ઝાડની ઉપરના ભાગની ડાળીઓ વાગતાં મજૂરોને ઇજાઓ થઇ હતી.