તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

50 હજારના 4.20 લાખ ચુકવ્યા તો યે પત્ની અને બાળકને ગુમ કરવાની ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના શખ્સે માતાની સારવાર માટે વર્ષ- 2017માં રૂ. 50 હજાર લીધા હતા
  • પાંચ વ્યાજખોરોને 7.40 લાખ ચુકવવા છતાં 4.80 લાખ બાકી હોવાનું ધમકી આપતાં ફરિયાદ

હિંમતનગરઃ હિંમતનગરમાં માતાની સારવાર અર્થે રૂ.50 હજાર વ્યાજે લેનાર વ્યક્તિએ બે વર્ષમાં રૂ.4.20 લાખ ચૂકવ્યા હોવા છતાં રૂ.1.20 લાખ બાકી કાઢી પત્ની છોકરાને ગુમ કરી દેવાની ધમકીઓ આપતા અન્ય ચાર વ્યાજખોરોના ચક્કરમાં ફસાયા બાદ કુલ રૂ.2 લાખ લઇ તમામને કુલ રૂ.7.40 લાખ ચુકવવા છતાં પાંચેય વ્યાજખોરાએ કુલ રૂ.4.80 લાખ બાકી હોવાનુ કહી ધમકીઓ આપતા એ ડિવિઝન પોલીસમાં પાંચ સામે ગુનો નોંધાવ્યો હતો.
 
હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં રહેતા અને કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા ભરતભાઇ મોહનભાઇ પટેલના માતાને 2017માં લકવો થતાં સારવાર અર્થે ગાંધીનગર દાખલ કર્યા હતા અને એકાદ વર્ષની સારવાર દરમિયાન પૈસાની જરૂરિયાત ઉભી થતા ભાટવાસમાં રહેતા ભરત વીજુભાઇ ભાટ પાસેથી પંદર ટકા લેખે રૂ. 50 હજાર વ્યાજે લીધા હતા કોઇક વખત વ્યાજ ચૂકવવામાં એક દિવસનો વિલંબ થાય તો 20 ટકા લેખે અને પાંચ દિવસનો વિલંબ થાય તો 40 ટકા લેખે પેનલ્ટી વસૂલતો હતો. ગાળાગાળી અને ધમકીઓને પગલે કુલ રૂ.4.20 લાખ પેનલ્ટી સાથે ચૂકવ્યા હતા. ભારત ભાટની સતામણી અને ધમકી ને પગલે ડિસે-2018 માં મુકેશ કેશવલાલ ખત્રી પાસેથી રૂ.50 હજાર, જાન્યુ-19 માં પિન્ટુ અશોકભાઇ ધોબી પાસેથી રૂ.50 હજાર ફેબ્રુ-19 માં ઉત્સવ વિઠ્ઠલભાઇ સુથાર પાસેથી રૂ.10 અને એપ્રિલ-19 માં પ્રજ્ઞેશ અશોકભાઇ ધોબી પાસેથી રૂા.40 હજાર 30 ટકાના વ્યાજે લીધા હતા.