સાયરા ગેંગરેપ વિથ મર્ડર / કારમાંથી ઉતરતાં આરોપી સાથે યુવતીનો ઝઘડો થતાં મોબાઇલ તોડ્યા પછી યુવતી ગાયબ થઇ

victim girl disappeared after breaking the mobile due to a quarrel with the accused in the car in sayara collage girl death case

  • સાયરા યુવતી કેસમાં CID ક્રાઇમની ટીમની તપાસ: આરોપી બિમલ ભરવાડ અને મૃતક સંપર્કમાં હતા, ફોન પર વાત કરતા 
  • ત્રણેય આરોપીને મોડાસા ડિસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કરતાં વધુ ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા

Divyabhaskar.com

Jan 22, 2020, 09:28 AM IST
મોડાસાઃ મોડાસાના સાયરાની 19 વર્ષિય મૃતક યુવતીના પ્રકરણના કેસની તપાસ SIT ને સોંપાયા બાદ ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. CID ક્રાઈમની ટીમે આરોપીઓને મંગળવારે મોડાસાના પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં મેડિકલ ચેકઅપ માટે લાવ્યા બાદ બપોર બાદ ત્રણેય આરોપીઓને મોડાસાની ડિસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કરી CID ક્રાઇમે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યાં કોર્ટે 3 દિવસના પુનઃ રિમાન્ડ મંજૂર કર્યા હતા. CID ક્રાઇમના DIG ગૌતમ પરમારે જણાવ્યું કે મૃતક યુવતી પ્રકરણ કેસની તપાસમાં બિમલ ભરવાડ અને મૃતક બંન્ને સંપર્કમાં હતા અને ઘણી વખત બંને વચ્ચે ફોન થયાં હતા.
CID ક્રાઇમના DIG ગૌતમ પરમાર અને SP વિરેન્દ્ર યાદવ તેમજ DYSP અશ્વિન પરમારની ટીમે છેલ્લા ત્રણ દિવસથી મોડાસા પંથકમાં ધામા નાખ્યા છે. આ કેસમાં CID ક્રાઇમ બ્રાન્ચે બનાવ સ્થળ તપાસ તેમજ પિડીત પરિવાર સાથે મુલાકાત કરી કેસની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરવાની શરૂ કરી છે
ઝઘડો થતાં ફોન પણ તોડી નાખ્યો
ડીઆઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે , CCTV ફુટેજ પરથી ખબર પડી છે કે ગાડીમાંથી નીચે ઉતરતાં યુવતીને આરોપી બિમલ સાથે ઝઘડો થયો હતો અને તેણે યુવતીનો ફોન પણ તોડી નાખ્યો હતો. સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસ દરમિયાન અગાઉની મહત્વની કડીઓ પ્રાપ્ત કરી જ્યારથી યુવતી ગાયબ થઈ હતી. તે તરફ સીઆઇડી ક્રાઇમની ટીમે વધુ ફોકસ કર્યાનું ડીઆઈજીએ જણાવ્યું હતું.
રિપોર્ટ મુજબ આરોપીઓએ મૃતક સાથે વાત કર્યાનું ખૂલ્યું
સરકારી વકીલ દિનેશભાઈ પટેલે જણાવ્યું કે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ સીડીઆર રિપોર્ટમાં આરોપીઓએ મૃતક સાથે વાતચીત કરી હોવાનું ખૂલ્યું છે.
X
victim girl disappeared after breaking the mobile due to a quarrel with the accused in the car in sayara collage girl death case

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી