તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાત્રકડેમ 4 વર્ષે છલકાયો, 2600 ક્યુસેક પાણી છોડાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નદીકાંઠાના ગામડાઓને સાવચેત રહેવા સિંચાઇ વિભાગે સતર્ક રહેવા જણાવાયું

મોડાસા-માલપુરઃ અરવલ્લી જિલ્લામાં સૌથી મોટો અને ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતો વાત્રકબંધ સર્વોચ્ય સપાટીએ પહોંચ્યો છે. જળાશય ચાર વર્ષ બાદ પાણીથી છલોછલ ભરાઇ જતાં રવિવારે 11 કલાકે વાત્રકબંધ સત્તાવાળાઓ દ્વારા 2600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે વાત્રકનદીના કાંઠાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સાવચેત રહેતા જણાવાયું છે.
 
એક લાખ હેક્ટર જમીનમાં કમાન્ડ એરીયા ધરાવતો વાત્રકબંધ ચાલુવર્ષે ઉપરવાસમાં અને મેઘરજ પંથકમાં ભારે વરસાદના પગલે વાત્રકબંધ 136.21ની સપાટીએ પહોંચ્યો છે. પરિણામે વાત્રક જળાશયનો એક દરવાજો રવિવારે 11 કલાકે ખોલાયો છે અને સિંચાઇ સત્તાવાળાઓ દ્વારા 2600 ક્યસેક પાણી છોડવામાં આવતાં વાત્રકનદી બે કાંઠે વહેતી થઇ હતી.ડેમની નહેરનું શીલસેવલ 126.03મીટર હોવાના કારણે ખેડૂતોને રવિપાકની અને ઉનાળું સિઝનમા સિંચન માટે આશા બંધાઇ છે. 2600 ક્યુસેક પાણીની આવક શરૂ હોવાના કારણે સિંચાઇ વિભાગ એલર્ટ થઇ ગયું છે.
 

નદીકાંઠાના આ ગામોને સાવચેત કરાયાં
વાત્રક નદીકાંઠાના વાકાનેડા, જાલમખાંટ, ચંદસર, ખલીકપુર, બોરના મુવાડા, બારનોલી, ઝુમાત્રાલ, લાલપુર જેવા ગામડા કાંઠાથી વાત્રકનદી પસાર થતાં સાવચેત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...