સાબરકાંઠા / ખેડબ્રહ્મામાં લૂંટારુંઓએ ચપ્પાના ઘા અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, આંગડિયા કર્મીએ મોત વ્હાલું કર્યું પણ લૂંટ સફળ ન થવા દીધી

Two rounds of firing on Angadia employee his death  in Khedbrahma and accused absconding
Two rounds of firing on Angadia employee his death  in Khedbrahma and accused absconding
Two rounds of firing on Angadia employee his death  in Khedbrahma and accused absconding

  • પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી, મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી
  • જનતા કો-ઓપરેટિવ બેંક આગળ અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ

Divyabhaskar.com

Jan 22, 2020, 10:19 AM IST
હિંમતનગર, ખેડબ્રહ્મા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ધોળા દિવસે ચપ્પાના ઘા મારી અને 2 રાઉન્ડ ફાયરિંગ કરીને આંગડિયા પેઢીના કર્મચારીને મોતને ઘાટ ઉતારાયો છે. આંગડીયા કર્મીએ મોતને વ્હાલું કર્યું હતું પરંતુ લૂંટારુંના ઈરાદાઓને સફળ થવા દીધા ન હતા અને લૂંટ નિષ્ફળ બનાવી હતી. શહેરની જનતા કો-ઓપરેટિવ બેંક આગળ અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ મચી ગયો હતો. ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતક આંગડિયા કર્મીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બેંકમાંથી નાણાં લઈને કર્મી નીકળ્યો અને લૂંટારુંએ હુમલો કર્યો
સાબરકાંઠા ખેડબ્રહ્મા આજે આંગડિયા પેઢીના કર્મચારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ તેમજ ચપ્પાનાં ઘા મારી લૂંટ કરવા જતા આંગડીયા કર્મીનેનું મોત થયું છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં આજે માધવલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીનો કર્મચારી કિરણ ઉર્ફ પ્રકાશ હરગોવિંદ નાયક એસબીઆઇ બેંકમાંથી કેશ લઈ પરત આવતો હતો. દરમિયાન સ્વીફટ કારમાં બેસેલો અજાણ્યા શખ્સોએ તેના પર ચપ્પાના ઘા મારી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે આંગડિયા પેઢીના કર્મચારી પૈસાનો થેલો ન આપતા બે રાઉન્ડ ફાયરિંગ તેમજ ધારદાર ચપ્પાના ઘા મારતા આંગડિયા પેઢીના કર્મચારીનું મોત થયું હતું.
સીસીટીવી ફૂટેજને આધારે તપાસ
આંગડિયા કર્મીને મોતને ઘાટ ઉતારી લૂંટનો પ્રયાસ કરતા શહેરમાં ભારે સનસનાટી મચી હતી. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલમાં આંગડિયા પેઢીના કર્મચારીના મૃતદેહને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે.
X
Two rounds of firing on Angadia employee his death  in Khedbrahma and accused absconding
Two rounds of firing on Angadia employee his death  in Khedbrahma and accused absconding
Two rounds of firing on Angadia employee his death  in Khedbrahma and accused absconding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી