હિંમતનગર-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, દંપતીનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો
  • મૃતદેહ બહાર કાઢવા ક્રેઈન બોલાવી પડી

પ્રાતિંજ: પ્રાંતિજ નજીક નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કામ અર્થે રાજકોટ જતાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રકની ભયાનક ટક્કરથી કારમાં સવાર પતિ-પત્નીનું મોત થયું હતું. સાબરકાંઠા પોલીસે અકસ્માતમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઈનનો ઉપયોગ
પ્રાંતિજના તાજપુર નજીક પતિ-પત્ની કારનો ડમ્પર સાથે અકસ્માત થતા કાર નો એન બાજુનો ભાગ દબાઈ ને બુકડો બોલી ગયો હતો. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળાં ઊમટી પડ્યા હતા. કારમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઈનનો સહારો લેવો પડ્યો હતો. પ્રાંતિજ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...