સાબરકાંઠા / ઈડરમાં ‘જયેશભાઈ જોરદાર’નું શુટિંગ, રણવીરસિંહે એક્ટિવા અને કારની સવારી કરી લોકોને ફ્લાઈંગ કિસ આપી

જમણે એક્ટિવા સવાર રણવીરસિંહ અને ડાબે કાર પાસે ઊભેલો રણવીરસિંહ

  • બોલિવુડ અભિનેતા રણવીરસિંહ છેલ્લા 3 દિવસથી ઈડરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે
  • શૂટિંગને પગલે ટાવર ચોક અને ઈડર નગરપાલિકાના વિસ્તારને બંધ કરી દેવાયો
  • શૂટિંગ સમયે આસપાસના બિલ્ડિંગ પર લોકોએ અભિનેતાને નિહાળી ખુશ થયા

Divyabhaskar.com

Jan 22, 2020, 05:55 PM IST
હિંમતનગર: સાબરકાંઠાનું ઈડર ફરી એકવાર બોલિવુડની નજરમાં આવ્યું છે. એક્ટર રણવીરસિંહની ફિલ્મનું શહેરમાં શૂટિંગ થઈ રહ્યું છે. અહીં ત્રણ દિવસથી ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. ત્યારે રણવીરસિંહે અહીં ટાવર ચોક વિસ્તારના રોડ પર શૂટિંગ કર્યું હતું. ત્યારે તેણે એક્ટિવા પાછળ બેસીને તેમજ કારમાં સવારી કરીને શોટ આપ્યો હતો. દરમિયાન તેણે ઈડરવાસીઓને ફ્લાઈંગ કિસ આપીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
રણવીરને જોવા લોકોના ટોળેટોળા
રણવીરસિંહ છેલ્લા ત્રણ દિવસથી ઈડરમાં શૂટિંગ કરી રહ્યો છે ત્યારે ઈડર અને રાજ્યમાંથી તેના ચાહકો ઈડર દોડી આવ્યા છે. ત્યારે રણવીરસિંહને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડે છે. ઓપન પ્લેસમાં શૂટિંગ થતું હોવાથી લોકો રણવીરસિંહને જોવા માટે દોડી જાય છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસથી ઈડરના ગઢ અને ઇડરના બજારોમાં શુટિંગ થઇ રહ્યું છે.
ઈડરના રોડ પર એક્ટિવામાં ફર્યો
એક્ટર રણવીરસિંહ એક એક્ટિવામાં ચાલકની પાછળ બેસીને ઈડરના માર્ગો પર ફર્યો હતો. તેણે લોકોનું અભિવાદન કરીને તેના ચાહકોનું ખુશ કરવા માટે ફ્લાઈંગ કિસ આપી હતી. ઉપરાંત તેનો હટકે લૂક જોઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેનો રોલ ગુજરાતી કેરેક્ટર બેઝડ છે.
રસ્તા બંધ કરી દેવાયા
ઈડરમાં શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે શહેરના ટાવર ચોક અને ઈડર નગરપાલિકાના વિસ્તારને બંધ કરી દેવાયો હતો. જેના પગલે સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સવારથી જ પોલીસ અને ખાનગી લોકો દ્વારા શૂટિંગ માટે આ વિસ્તારોને દોરડા સહિતની વસ્તુઓ દ્વારા બંધ કરીને શૂટિંગ કરવામાં આવ્યું હતું. જો કે ત્યાં આસપાસના બિલ્ડિંગ પર લોકો ચડીને શૂટિંગ નિહાળ્યું હતું અને એક્ટરને જોયાનું ખુશી વ્યક્ત કરતા દેખાયા હતા.
બિગ બીએ આલ્બમનું શૂટિંગ કર્યું હતું
પંદરેક વર્ષ પહેલા અમિતાભ બચ્ચને પોતાના આલ્બમ ‘કભી-કભી’નું શુટિંગ ઇડર ગઢમાં કર્યું હતું. જો કે બિગ બીએ જે જગ્યાએ શૂટિંગ કર્યું તેને ભૂમાફિયાઓએ નેસ્તનાબૂદ કરી દીધો છે. ઈડર ગઢ બચાવવા માટે લોકો આંદોલન પણ કરી ચૂક્યા છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી