તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરમાં ઘૂસી બે મહિલાઓના ગળે ચપ્પુ રાખી 1.16 લાખની મત્તાની લૂંટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા ચાર શખ્સોએ રાત્રે ઘરમાં ઘૂસી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી

ભિલોડાઃ  ભિલોડા શહેરમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં મકાનમાં ઘૂસી ઊંઘી રહેલી બે મહિલાઓના ગળે ચપ્પુ રાખી ૧.૧૬ લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરી રફુચક્કર થઇ જતાં ભારે ચકચાર મચી હતી. આ અંગે ભિલોડા પોલીસે રાબેતા મુજબ કાર્યવાહી હાથધરી હતી.
 
ગુરુવારે રાત્રીના સુમારે, ભિલોડા શહેરની સંસ્કાર સોસાયટીમાં રહેતી બે મહિલાઓ તેમના ઘરના લોખંડના દરવાજાને સ્ટોપર મારી સુઈ ગઈ હતી. મોડીરાત્રે ચાર તસ્કરોએ દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં ઘૂસી આશાકુમારી અને ગીતાબેનના ગળાના ભાગે ચપ્પુ રાખી ચુપચાપ ઉભા રહેવા જણાવી ઘરમાં લોખંડની પેટી અને ડબ્બામાં મુકેલા રોકડા 50 હજાર અને સોનાચાંદીના દાગીના મહિલાઓના બે મોબાઈલ મળી કુલ રૂ.116000/- ની લૂંટ ચલાવી ૪ અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયા હતા. 
 
તસ્કરોની ધમકીથી હેબતાઈ ગયેલી મહિલાઓએ ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આશાકુમારી રાધેશ્યામ શર્મા ની ફરિયાદના અજાણ્યા ચોર વિરુદ્ધ ઇપીકો કલમ-379(એ)(3) ,449,114 તથા જીપીએકટ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી. ઘટનાથી ભિલોડામાં ચકચાર મચી ગઇ હતી.
 

પોલીસે માહિતી છુપાવવા કહ્યું
લૂંટનો ભોગ બનેલી આશાબેન શર્મા નામની યુવતીએ તેમના ઘરે ત્રાટકેલા તસ્કરો વિષે કોઈ પણ પ્રકારની માહિતી કોઈ પણ વ્યક્તિને આપવાની ના પાડી હોવાનું જણાવ્યું હતુ. પોલીસે ફરિયાદી યુવતીને ચોરીની માહિતી છુપાવવા કેમ કહ્યું ...? તે ચર્ચાએ જોર પકડ્યું છે.