તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહેબ આ સિટી નથી દમદાટી શાની આપો છો?, પોલીસની ગ્રામજનો સાથે ગાળાગાળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સીતપુર ગામમાં દારૂના અડ્ડાઓ શોધવા નીકળી હતી

મોડાસાઃ મોડાસા તાલુકાના સીતપુર(મુખીના મુવાડા)માં દારૂનો અડ્ડો શોધવા ગયેલી પોલીસે ગ્રામજનો સાથે ગાળાગાળી કરતાં ગ્રામજનોએ પોલીસનો ઉધડો લેતો વિડીયો વાઇરલ થતા જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.
 
સીતપુરમા અચાનક પોલીસની વાનમાં આવેલા પોલીસ કર્મીઓ પૈકીના એક કર્મીએ દારૂના અડ્ડા ક્યા ચાલે છે. તેમ કહી ગ્રામજનો સાથે ગાળાગાળી કરતાં વિડીયો વાઇરલ થતાં પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની ગાડી જોઇને ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને પોલીસને વિડીયોમાં કહેતા નજરે પડ્યા હતા કે સાહેબ આ સીટી નથી દમદાટી શાની આપો છો ? તેમ કહી પોલીસનો ઉધડો લીધો હતો ગ્રામજનો પોલીસને જણાવતા હતા કે પોલીસ ગ્રામજનો અને પબ્લિકની સુરક્ષા માટે છે. ગામમાં દારૂના અડ્ડા શોધવા તે પોલીસનું કામ છે.

અન્ય સમાચારો પણ છે...