જૂથ અથડામણ / ઈડરના સાબલવાડમાં ગણપતિ વિસર્જન બાદ ફરી ધિંગાણું, પોલીસે 23ની અટકાયત કરી

  • પોલીસે બંને પક્ષના 5 5 લોકો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

Divyabhaskar.com

Sep 16, 2019, 03:25 PM IST

હિંમતનગર: ઇડર તાલુકાના સાબલવાડમાં ગણપતિ વિસર્જન સમયે બે જૂથ વચ્ચે થયેલી તકરારની અદાવતમાં શુક્રવારે રાત્રે બંને જૂથ ફરીથી આમને સામને આવી જતા ધિંગાણુ સર્જાયું હતું. જેમાં આજે પોલીસે બંને કોમના મળીને 23 લોકોની અટકાયત કરી હતી.
શુક્રવારે ફરી ધિંગાણું થયું
શુક્રવારે સાબલવાડમાં રામજી મંદિર આગળ ઠાકોર અને પટેલ સમાજના બે જૂથ ગણપતિ વિસર્જન સમયે થયેલા તકરારને મામલે આમને-સામને આવી ગયા હતા અને ધિંગાણુ સર્જાયું હતું. જેમાં પોલીસે બંને પક્ષના 5 5 લોકો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
રવિવારે પણ ભારેલો અગ્નિ જેવી સ્થિતિ રહી
શુક્રવારે રાત્રે ફરી અથડામણ થતાં ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ગામમાં દોડી ગયો હતો. કોઈ અનિશ્ચનીય બનાવ ન બને તે માટે ગામને પોલીસ ખડકી દેવાઈ હતી. આજે પણ પોલીસ ગામમાં ખડેપગે છે.
સાબલવાડમાં ગણપતિ વિસર્જન સામસામે ફરિયાદ
સનમકુમાર પટેલે આમની સામે ફરિયાદ નોંધાવી
1.સુનિલભાઈ અમરતભાઇ ચૌહાણ
2.જીગરભાઈ અમરતભાઈ ચૌહાણ
3.અનિલભાઈ બાલાજી ઠાકોર
4.સૂર્યકાન્ત ગીધાજી ઠાકોર
5.દિલીપભાઈ ભીખાજી ઠાકોર
રમીલાબેન ઠાકોરે આમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
1.સનમકુમાર ભરતભાઈ પટેલ
2.ઉત્પલકુમાર પ્રકાશભાઈ પટેલ
3.યોગેશભાઈ પ્રકાશભાઈ પટેલ
4.હર્ષલકુમાર મુકેશભાઈ પટેલ
5.જૈમીનકુમાર ભરતભાઈ પટેલ

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી