હિંમતનગર APMCમાં ત્રીજા દિવસે પણ મગફળી વેચવા ખેડૂતોનો ઘસારો, વાહનોની એક KM લાઈન લાગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શનિ અને રવિવારે પણ મગફળીના વેચાણ વાહનોની લાંબી લાઇનો લાગી હતી
  • માલની ગુણવત્તા પ્રમાણે ઊંચા ભાવ મળતા વેચાણમાં પ્રતિદિન વધારો થયો

હિંમતનગર: મગફળી અને ઘઉંના વેચાણનું હબ બનેલા હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે.  યાર્ડમાં વેચાણ અર્થે ખેડૂતો ટ્રેક્ટર સહિતના વાહનો લઈને આવતા વાહનોની એક કિમી લાંબી કતાર લાગી હતી. રવિવારે સવારે મગફળીના વેચાણ માટે આવેલા વાહનોની લાઇનો લાગી હતી .

શનિવારે પણ મગફળી કાઢવાનું કામ પૂરજોશમાં
હિંમતનગર માર્કેટ યાર્ડમાં શુક્રવારે 9130 બોરીની આવક થયા બાદ અને એક સપ્તાહની ખરીદીના ઊંચા ભાવ પડતા શનિવારે મગફળીના વેચાણ માટે ખેડૂતોએ ધસારો કર્યો હતો. ઉઘાડ નીકળતા જ વહેલી પાકતી 24 નંબર મગફળી બહાર કાઢવાનુ કામ પૂરજોશથી ચાલી રહ્યુ છે અને માલ તૈયાર થતા માં જ ખેડૂતો માલને માર્કેટ યાર્ડમાં રવાના કરી રહ્યા છે.

મગફળીનું હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઊંચા ભાવે વેચાણ
હિંમતનગર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ નારાયણદાસ પટેલે જણાવ્યુ હતુ કે હાલમાં 24 નંબરની મગફળીની આવક થઇ રહી છે. જિલ્લા ઉપરાંત માણસા, મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર, લુણાવાડા થી ખેડૂતો હિંમતનગર માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે અને માલની ગુણવત્તા પ્રમાણે ઊંચા ભાવ મળતા તેમાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં હિંમતનગર ખાતે રૂા.350 થી રૂા.400 જેટલો પ્રતિ મણ ઊંચો ભાવ બોલાયો છે.

વરસાદની નુકસાની સરભર થતી હોવાનો મત
નોંધનીય છે કે મગફળીની ખરીદીના શરૂઆતના તબક્કામાં ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં રૂા.400થી રૂા.500 વધુ મળી રહ્યા હોવાથી વરસાદને કારણે ઉત્પાદનમાં ઘટ, ગુણવત્તામાં ફેરફાર સહિતની નુકસાની પણ સરભર થઇ રહી છે. શનિવારે રૂ.800 થી રૂ.1470 ના ભાવે ખરીદી થઇ હતી. રૂ.100-1000 નુકસાની અને ભેજવાળી મગફળીના ભાવ પડ્યા હતા. હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે. શનિવારે સવારે મગફળીના વેચાણ માટે આવેલા વાહનોની પોણા કીમી સુધી લાઇનો લાગી હતી