હિંમતનગર / સાબરકાંઠામાં કમોસમી વરસાદથી 150 હેક્ટરમાં 33 %થી વધુ નુકસાન

More than 33% loss in 150 hectares due to subdued rainfall in Sabarkantha

  • વીમા કંપનીના સર્વેમાં 704 હેક્ટરમાં સરેરાશ 25 -30 ટકા નુકસાન, 1025 અરજીઓનો સર્વે ચાલુ, સૌથી વધુ નુકસાન ખેડબ્રહ્માના 26 ગામમાં
  • SDRFમાંથી 10 લાખનું વળતર ચુકવવા દરખાસ્ત કરાશે

Divyabhaskar.com

Nov 11, 2019, 08:50 AM IST

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં 2જી નવેમ્બરે થયેલા કમોસમી વરસાદે ખેડબ્રહ્મા વડાલી અને પ્રાંતિજ તાલુકામાં ખરીફ ઉત્પાદનને ભારે નુકસાન કર્યું છે. જેમાં સૌથી વધુ નુકસાન ખેડબ્રહ્મા તાલુકાના 26 ગામમાં થયું છે. ખેતીવાડી વિભાગના સર્વેમાં 150 હેક્ટરમાં 33 ટકાથી વધુનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે અને પાક વીમા અંતર્ગત થઇ રહેલ સર્વેમાં 1729 અરજીઓ પૈકી 704 અરજીઓનો સર્વે પૂરો થયો છે. જેમાં સરેરાશ 25 થી 30 ટકા નુકસાન હોવાનું જાણવા મળી રહ્યું છે.


2જી નવેમ્બરે ખેડબ્રહ્મા પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ અને વડાલી તાલુકાના કુબાધરોલ નાદરી પંથકમાં તથા પ્રાંતિજ તાલુકામાં થયેલા વરસાદને પગલે ખરીફ ઉત્પાદનને વ્યાપક નુકસાન થતા જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા અસરગ્રસ્ત 3865 હેક્ટરમાં સંભવિત નુકસાન થયાના અંદાજ સાથે બીજા જ દિવસથી સર્વે શરૂ કરાયો હતો. જેમાં સૌથી 150 હેકટરમાં 33 ટકાથી વધુનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. ખેડબ્રહ્મા તાલુકાના 1699 અને પ્રાંતિજ વડાલી તાલુકાના પંદર પંદર મળી કુલ 1729 ખેડૂતોએ પાક વીમા સહાય માટે અરજીઓ કરી હતી.ખેડૂતોને બે પ્રકારે વળતર સહાય ચૂકવાય છે. જેમાં 33 ટકાથી વધુ નુકસાન હોય તો હેક્ટર દીઠ રૂ.6800ની સહાય એસડીઆરએફ માંથી રાજ્ય સરકાર ચૂકવે છે અને જો પાક વીમો લીધો હોય તો હેકટર દીઠ ધિરાણ આપનાર બેંકે નક્કી કરેલ પાકના રીસ્ક કવર ની ટકાવારી પ્રમાણે વળતર ચુકવાય છે. કેન્દ્ર સરકારે ધીરાણના ધારાધોરણ મુજબ હેકટરદીઠ વીમાકવચ નક્કી કર્યું છે બેન્કો કપાસ માટે હેકટર દીઠ રૂ. 65,000 અને મગફળી માટે રૂ.35 હજારનું રીસ્ક કવર કરતું પ્રિમિયમ વસુલ છે. કુદરતી આપત્તિ વેળા પાકને 25 ટકા નુકસાન થયાનું લોસ એસેસર દ્વારા નક્કી કરવામાં આવે તો હેક્ટર દીઠ રૂ. 65,000 ના 25% લેખે 12250 ચૂકવવામાં આવે છે.


હેક્ટર દીઠ 6800 લેખે સહાય ચુકવવા દરખાસ્ત
3240 હેકટરમાં મગફળી 560 હેક્ટરમાં સોયાબીન અને 65 હેક્ટરમાં અડદને નુકસાન થયાનો અંદાજ મૂકવામાં આવ્યા બાદ હાથ ધરાયેલા સર્વેમાં કુલ 150 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન હોવાનું જણાતા એસડીઆરએફ ગ્રાન્ટમાંથી હેકટર દીઠ રૂ.6800 લેખે સહાય ચુકવવા દરખાસ્ત બનાવી મોકલી આપવા તજવીજ હાથ ધરાઈ છે. > વી.કે.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી


સર્વેની કામગીરી બે દિવસમાં પૂર્ણ થશે
કુલ 1729 પાક વીમા અરજીઓ અંતર્ગત ખેડબ્રહ્મા, વડાલી, અને પ્રાંતિજ તાલુકામાં સ્થાનિક અને વીમા કંપનીની સંયુક્ત 16 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે અને 704 અરજીઓનું કામ પૂર્ણ થયું છે. જેમાં સરેરાશ 25 થી 30 ટકા નુકસાન હોવાનું જાણવા મળ્યું છે. હજુ સર્વે ચાલુ છે અને બે-એક દિવસમાં કામગીરી પૂર્ણ થશે. - પીબી ખિસ્તરીયા, નાયબ ખેતી નિયામક વિસ્તરણ

X
More than 33% loss in 150 hectares due to subdued rainfall in Sabarkantha

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી