તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇમરજન્સી વર્કર્સમાં ટેટ્રિસ ચેલેન્જ વિશ્વમાં વાયરલ, મોડાસાની 112ની ટીમે ચેલેન્જ સ્વીકારી પોઝ આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચેલેન્જની શરૂઆત ઝ્યુરિક પોલીસે ડ્રોન તસવીર ફેસબૂક પર પોસ્ટ કરી હતી
  • મોડાસા 112ની ટીમે કોઈ પણ કટોકટીમાં હમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું

હિંમતનગર: વિશ્વભરના ઇમરજન્સી વર્કર્સમાં હાલ ‘ટેટ્રિસ ચેલેન્જ’વાઈરલ થઈ છે. જેમાં તેઓ તેમના વાહનની બહાર તમામ ઈક્વિપમેન્ટ ગોઠવીને જમીન પર કોઈ એક્શન ફિગર્સની પોઝ આપે છે. આ ચેલેન્જની શરૂઆત ઝ્યુરિક પોલીસે ડ્રોનથી તેમના બે પોલીસ જવાનોએ એક્શન ફિગર્સમાં ગોઠવાયેલા હોવાની તસ્વીર ફેસબુક પર પોસ્ટ કર્યા પછી દુનિયાભરના ઇમરજન્સી વર્કર ટેટ્રિસ ચેલેન્જ માટે તૈયાર હોવાનું જણાવી તસવીરો વાયરલ કરતા ઇન્ટરનેટ પર છવાઈ હતી. મોડાસાની 112ની ટીમે પણ કોઈ પણ ઇમરજન્સી પડકારને પહોંચી વળવા તૈયાર હોવાની ચેલેન્જ સાથે ‘ટેટ્રિસ ચેલેન્જ’ની સાથે તસવીર લીધી હતી.

112ની ટીમે ટેટ્રિસ ચેલેન્જનો પોઝ આપ્યો હતો
અરવલ્લી જિલ્લામાં 112ની અલગ-અલગ ટીમ કાર્યરત છે. તેમની ઇમરજન્સી કામગરી હંમેશા પ્રસંશનીય રહી છે. મોડાસા 112ની ટીમ તાલુકા સહિત જિલ્લામાં કોઈપણ પ્રકારની ઈમરજન્સી અને મુશ્કેલ પડકારને પહોંચી વળવા ગમે તે ઘડીએ તૈયાર રહે છે. વિશ્વમાં વાઇરલ થયેલી ‘ટેટ્રિસ ચેલેન્જ’ને સ્વીકારી ‘ટેટ્રિસ ચેલેન્જ’પોઝ આપ્યો હતો. અને મોડાસા 112 ટીમ કોઈ પણ પ્રકારની કટોકટીમાં હંમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો