બાયડ / સાયરા પછી વધુ એક સગીરાની અપહરણ બાદ લાશ વાત્રક નદીમાંથી મળતાં તંગદિલી

minor girl dead body found from river in bayad

  • બાયડના ખળબી ગામની સગીરાની લાશ પાતેરીમાં વાત્રક નદીમાંથી મળી
  • સપ્તાહ અગાઉ ચોઇલાનો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હતો
  • હત્યા કરાયાના આક્ષેપ સાથે પરિવારનો લાશ સ્વીકારવાનો ઇન્કાર
  • ટોળાનો મોડાસા-નડિયાદ હાઇવે પર ચક્કાજામ

Divyabhaskar.com

Feb 15, 2020, 09:34 AM IST
બાયડ: બાયડ તાલુકાના પાતેરી ગામ નજીકથી પસાર થતી વાત્રક નદીમાંથી શુક્રવાર બપોરે 3 થી 4 વાગ્યાના અરસામાં સગીરાની લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે. બાયડના ખળબી ગામની સગીરાને ચોઇલા ગામનો યુવક સપ્તાહ અગાઉ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. ગુમ સગીરાની લાશ નદીમાંથી મળતાં પરિવારજનોને સગીરાની હત્યા કરાયાના આક્ષેપ સાથે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
લોકોનો આક્રોશ જોતાં બાયડ પોલીસ મથકનો દરવાજો પણ બંધ કરી દીધો હતો. રોષે ભરાયેલા લોકોએ મોડાસા- નડિયાદ સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાયરા પ્રકરણમાં યુવતીના મોતનો મામલો હજુ શાંત પડ્યો નથી. ત્યાંતો જિલ્લામાં વધુ એક ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.
ખળબી ગામની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ચોઇલા ગામનો સંદીપ ઠાકોર સપ્તાહ અગાઉ અપહરણ કરી ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિવારે ગુરૂવારે નોંધાવી હતી. દરમિયાન સગીરાની લાશ વાત્રક નદીમાંથી શુક્રવાર બપોરે 3 થી 4 વાગે મળી આવતાં સગીરાની લાશ નદીમાંથી મળતાં પરિવારજનો બાયડ પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં સુધી આરોપીની ધરપકડ ના થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.પરિવારજનો તેમજ સામાજિક લોકોનો આક્રોશ જોતાં બાયડ પોલીસ મથકનો દરવાજો પણ બંધ કરી દીધો હતો.પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ નહી સ્વીકારાય
સમગ્ર મામલામાં મૃતક સગીરાના પરિવારજનોએ સગીરાની હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે આરોપીઓ નહી પકડાય ત્યાં સુધી લાશ નહી સ્વીકારવાનો નિર્ણય કરતાં પોલીસ હાંફળી બની દોડતી થઇ ગઇ હતી.
બાયડ પોલીસ સ્ટેશનનો દરવાજો બંધ કરી દીધો
સગીરાનો મૃતદેહ મળતાંની સાથે જ મોટી સંખ્યામાં પરિવારજનોના પક્ષે લોકો ઉમટી પડ્યા હતા.ભારે હોબાળો મચતાં બાયડ પોલીસને દરવાજા બંધ કરવાનો વારો આવી ગયો હતો.
સમગ્ર બનાવનો ઘટનાક્રમ
> સપ્તાહ પહેલા ખડબીથી સગીરાને ચોઈલા ગામના યુવકે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો
> ગુરૂવારે પરિવારજનોએ સગીરા ગુમ થયાની જાણ બાયડ પોલીસ મથકે કરી
> શુક્રવાર બપોરે સગીરાની લાશ બાયડના પાતેરી ગામ પાસે વાત્રક નદી઼માંથી લાશ મળી
> રોષે ભરાયેલા લોકોએ મોડાસા - નડિયાદ સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો
> પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
X
minor girl dead body found from river in bayad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી