ખેડબ્રહ્મા લૂંટ કેસ / આંગડિયા કર્મી લધુ શંકા કરવા ગયો અને 4 લૂંટારુંઓ તૂટી પડ્યા, ગોળી હૃદયમાં ઘૂસતા ઘટનાસ્થળે મોત

Khedbrahma agandiya loot case 4 robber attack on angadiya worker bullet shot direct on heart than his death

  • જે આંગડિયાના થેલામાં રૂપિયા હતા તે બચી ગયો, કારમાં આવેલા લૂંટારુંઓએ ખાલી થેલો ઝૂંટવા બીજા આંગડિયા કર્મી પર ચપ્પુ અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ
  • મુખી માર્કેટમાં આવેલી એન.માધવલાલ એન્ડ કંપનીના આંગડિયા કર્મી પર સરદાર ચોકથી પેટ્રોલપંપ તરફ જતાં રોડ પર હુમલો
  • પોલીસ કહે છે કે આંગડિયાના થેલામાં ફક્ત ડાયરી જ હતી, કેશ લઇને આવતો કર્મી પાછળ હતો
  • પ્રકાશભાઇ નાયકે ખાલી થેલો પણ ન છોડતાં લૂંટારું તૂટી પડ્યા

Divyabhaskar.com

Jan 22, 2020, 09:49 AM IST

હિંમતનગર- ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મામાં મંગળવારે બપોરે સરદાર ચોકથી પેટ્રોલપંપ તરફ જતાં રોડ પર સ્વીફ્ટમાં આવેલા અને રાહ જોઇ રહેલા શખ્સોએ આંગડીયા પેઢી એન.માધવલાલ એન્ડ કંપનીના કર્મચારીઓને આંતરીને બેગ ઝૂંટવવા પ્રયાસ કરી ચપ્પુનો ઘા ઝીંકી દીધા બાદ પિસ્ટલ જેવા હથિયારથી બે રાઉન્ડ ફાયર કરતાં એક ગોળી બિલકુલ હૃદયમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે પ્રકાશભાઇ નાયકનું મોત થયું હતું. આંગડીયાકર્મીને તરફડતો મૂકી 2:42 કલાકે હત્યારા ફરાર થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક રસ્તાની બાજુમાં પડતાં ખૂણામાં લઘુશંકાએ જતાં તેને આંતરીને હુમલો કરવામાં હત્યારાઓને મોકો મળ્યો હતો.
આંતરીને ચાર લૂંટારું તૂટી પડ્યા
ખેડબ્રહ્માના માણેક ચોક વિસ્તારના મુખી માર્કેટમાં એન.માધવલાલ એન્ડ કંપની નામની આંગડીયા પેઢીમાં નોકરી કરતાં પ્રકાશભાઇ હરગોવિંદભાઇ નાયક ઉ.વ.42 (મૂળ રહે.મકતુપુર તા.ઊંઝા, જિ. મહેસાણા) મંગળવાર બપોરે પેઢીનું કામ પતાવી સરદાર ચોકથી પેટ્રોલપંપ માર્ગ પર જઇ રહ્યા હતા. તે દરમિયાન સ્વીફ્ટ કારમાં આવેલ ચાર શખ્સોએ પ્રકાશભાઇને આંતરીને તેમની ઉપર તૂટી પડ્યા હતા અને થેલો ખેંચવા પ્રયાસ કરવા દરમિયાન છાતીમાં ચાકુનો ઘા કર્યો હતો. તેમ છતાં થેલો ન છોડતા લૂટના ઇરાદે આવેલા શખ્સોએ પીસ્ટલમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાંથી એક ગોળી પ્રકાશભાઇને છાતીમાં સીધી હૃદયમાં ઘૂસી જતાં સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ 7.65 એમએમની ગોળીએ તેમનુ ઘટનાસ્થળે જ મોત થયું હતુ. પ્રકાશભાઇ પાસેથી મળી આવેલ થેલામાં કેસ હતી જ નહી જે બાબતે રહસ્ય સર્જાયુ હતુ. મોડી સાંજ સુધી હત્યારા કે કાર હાથ લાગ્યા ન હતા. ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
બે કર્મચારી હતા, કેશ બીજાની પાસે હતી : ડીવાયએસપી
મૃતકની પાસે કેસ ન હતી તો તેણે છેક સુધી ખાલી થેલો બચાવવા પ્રયાસ કેમ કર્યો તે બાબત મર્ડર મીસ્ટ્રી બની રહી છે. ત્યારે ડીવાયએસપી દિનેસિંહ ચૌહાણે જણાવ્યુ કે આંગડીયા પેઢીના બે માણસો નીકળ્યા હતા અને આગળ પાછળ હતા. જેની પાસે કેસ હતી. તે પાછળ રહી ગયો હતો તે બચી ગયો અને મૃતકના થેલામાં ફક્ત ડાયરી જ હતી. જેમાં બે-ત્રણ હવાલાની એન્ટ્રીઓ જ હતી. સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે અને તેના આધારે તપાસ હાથ ધરી છે. હત્યારા રોંગ સાઇડ પર યુ-ટર્ન લઇ મૃતકની પાછળ આવ્યાનું જણાય છે અને હત્યા કરી ચારેક શખ્સ ઇડર બાજુ ભાગ્યા હતા.
વડાલી PSIએ કારને આંતરવા પ્રયાસ કર્યો
વડાલી પીએસઆઇ પી.પી. જાનીએ જણાવ્યુ કે ખેડબ્રહ્મા તરફથી આવી રહેલ કારને આંતરવા જતાં વચ્ચે બાઇક ચાલક આવી જતા હત્યારાઓ સહેજમાં બચી ગયા હતા અને જેતપુર સુધી પીછો કરવા છતાં ભાગી ગયા હતા.
ભાગી રહેલા હત્યારાઓને રોકવા પ્રયાસ થયા
ધડાધડ બે ફાયર થતાં રોડ પરથી પસાર થઇ રહેલ ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટરને રોડ પર આડુ કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્વીફ્ટ કાર દોડાવી મૂકી હતી સામેથી આવી રહેલ સ્કૂટર ચાલકે જણાવ્યુ કે ફૂલ સ્પીડમાં રોંગ સાઇડમાં આવી રહી હોવાથી સ્કૂટર સાઇડમાં કર્યું હતું.
અવાવરૂ ખૂણાએ ભોગ લીધો
જનતા બેંકથી પેટ્રોલપંપ સુધીના 200 મીટરના રસ્તા પર કોઇ દુકાન નથી. ખૂણો પડતો હોઇ પાલિકાએ કચરાપેટી પણ મૂકી છે. પ્રકાશભાઇ ચાલતાં ચાલતાં આ જગ્યાએ આવ્યા અને લૂંટના ઇરાદે આવેલ શખ્સોએ હુમલો કરતાં થેલો બચાવવા પ્રકાશભાઇએ ભરચક પ્રયત્ન કરતા થેલામાં પૈસા હોવાનો લૂંટારુંઓનો શક પાકો થઇ ગયો હતો.
જનતા બેંકની સામે 1:53 કલાકે સ્વીફ્ટ કાર રાહ જોતી ઊભેલી CCTVમાં કેદ
જનતા બેંકના સીસીટીવી ફૂટેજ જોતાં સ્વીફ્ટ કાર સામેની બાજુ 1:53 કલાકે આવીને પાર્ક થાય છે જે 2:42 કલાક સુધી ઉભી રહેલી દેખાય છે અને 2:42 કલાકે જ લૂટ અને હત્યાને અંજામ આપવામાં આવે છે.
કારના ડેશ બોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ
હત્યારાઓ જે સ્વીફ્ટ ડિઝાયર લઇને આવ્યા હતા તેના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ પડેલી હતી. પોલીસે હાજર લોકો પાસેથી મળેલ માહિતીને આધારે જી.જે-18-બી.એફ-3898, જી.જે-18-બી.એફ-3838 અને જી.જે-18-બી.એફ-3839 ત્રણ ભળતા નંબરોની જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને પડોશના જિલ્લાની પોલીસને જાણ કરી તપાસ હાથ ધરી હતી.
કારની આગળ પોલીસ લખેલી પ્લેટ હતી
હત્યારાઓ જે સ્વીફ્ટ ડીઝાયર લઇને આવ્યા હતા તેના ડેશબોર્ડ પર પોલીસ લખેલ પ્લેટ પડેલી હતી. પોલીસે હાજર લોકો પાસેથી મળેલ માહીતીને આધારે 3 ભળતા નંબરોની તમામ પોલીસ સ્ટેશને જાણ કરી હતી.
ઘટના સ્થળેથી આ મળ્યું
1. ચાકુ
2. 7.65 એેમએમના બે ખોખા

X
Khedbrahma agandiya loot case 4 robber attack on angadiya worker bullet shot direct on heart than his death

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી