ખેડબ્રહ્મા / આગિયામાં રસ્તાનું દબાણ દૂર નહીં કરાય તો દવા પીવાની ચીમકી ઉચ્ચારી

If the road pressure is not eliminated in Agya, the threat of drinking poison

  • પાકું દબાણ કરી દેતાં અરજદારના ઘર આગળ પાણી ભરાતાં મચ્છરોનો ઉપદ્રવ

Divyabhaskar.com

Sep 16, 2019, 08:29 AM IST

ખેડબ્રહ્માઃ ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામમાં છેલ્લા 15 માસથી રસ્તા પરનું પાકુ દબાણ દૂર કરવા વારંવાર અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા અરજદારે ગત શનિવારના રોજ ટીડીઓને અરજી કરી સત્વરે દબાણ દૂર કરવામાં નહીં આવે તો દવા પી જવાની ચીમકી ઉચ્ચારી છે.

આગિયા ગામના રહીશ જીવાભાઈ સોમાભાઈ વણકરના ઘર પાસે પંચાયતનો રસ્તો આવેલ છે. આ રસ્તા આગળ પાણીના નિકાલ માટેની જગ્યા આવેલ છે. પરંતુ આ રસ્તા ઉપર જીવાભાઇના પાડોશી દેવાડા જશવંતસિંહ જેતુસિંહ અને ભાંભી વજાભાઈ હીરાભાઈએ રસ્તા ઉપર પાકું દબાણ કરી દેતાં જીવાભાઈ ના ઘર આગળ પાણી ભરાઈ રહે છે. મચ્છર જન્યરોગોનો ઉપદ્રવ વધી ગયો છે.

આ અંગે જીવાભાઈએ 29 જૂન 2018 ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી અને 8 ઓક્ટોબર 2018 ના રોજ ડીડીઓ હિંમતનાગરને પણ અરજી કરી હતી. દબાણકારોએ રસ્તા પર પાકું દબાણ કરી રસોડું બનાવી દીધું છે. અને દબાણ કરનાર ભાંમી વજાભાઈનો દીકરો ભરતભાઇ પંચાયતમાં કારોબારી સભ્ય હોઈ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. જીવાભાઈએ 9 ઓક્ટોબર 2018ના રોજ કલેક્ટરને રજૂઆત કરી હતી.

બાદમાં જીવાભાઈએ આગિયા તલાટી અને ખેડબ્રહ્માના તત્કાલીન ટીડીઓ દ્વારા રૂ.25000 ની માગણી કર્યા અંગે લાંચ રૂશ્વત કચેરીને પણ અરજી કરી હતી. જીવાભાઈએ 7 સપ્ટેમ્બરના રોજ ખેડબ્રહ્માના નવા ટીડીઓને મળતા તેમને ફરી અરજી કરવાનું જણાવતા જીવાભાઈએ અરજી કરી સત્વરે દબાણ દૂર કરવામાં નહીં આવે તો દવા પી જવાની ચીમકી ઉચ્ચારી હતી.

X
If the road pressure is not eliminated in Agya, the threat of drinking poison
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી