હિંમતનગર / ઘરેલું હિંસાથી ત્રાસી ગયો છું, મારી સાસરીવાળાં નથી કમાવવા દેતાં કે નથી જીવવા દેતાં,યુવાનનો આપઘાત

himatnagar married man commit suicide

  • હિંમતનગરના ખેડાવાડાના યુવાનના લગ્ન સાત વર્ષ અગાઉ ઇડરમાં થયા હતા,  રૂરલ પોલીસે 7 વિરુદ્ધ મરવા સુધીના દુષ્પ્રેરણ અંતર્ગત ગુનો નોંધ્યો
  • 10 દિવસ અગાઉ સુરેશભાઇ સાથે ઝઘડો કરી તું કોઇ કામનો નથી મરી જા કહી પત્ની ઇડર જતી રહી હતી,  ઘરમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

Divyabhaskar.com

Dec 03, 2019, 09:18 AM IST

હિંમતનગર: હિંમતનગર તાલુકાના ખેડાવાડામાં પત્ની અને સાસરિયાંના ત્રાસથી 38 વર્ષિય પતિએ ઘરમાં જ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. સ્યુસાઇડ નોટમાં પત્ની અને સાસુ, સસરા ઢોર મારમારતાં હોવાની તથા મારવા માટે માણસો મોકલ્યા હોવાથી શંકા વ્યક્ત કરતી વિગતો લખી ઘરેલુ હિંસાથી ત્રાસી ગયો છુ મારી સાસરીવાળા મને નથી કમાવા દેતા કે નથી જીવવા દેતા ના રજૂ કરેલ છેલ્લા આર્તનાદ થી પોલીસ પણ અવાચક બની ગઇ હતી. રૂરલ પોલીસે 7 જણા વિરુદ્ધ મરવા સુધીનુ દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામના સુરેશભાઇ કાનાભાઇ (38) ના સાતેક વર્ષ અગાઉ ઇડરના નરેશભાઇ જેઠાભાઇ પરમારની દીકરી રેણુકાબેન સાથે લગ્ન થયા હતા. કાનાભાઇ મગનભાઇ ચમારના જણાવ્યાનુસાર પાંચેક વર્ષ અગાઉ રેણુકાબેન ગર્ભવતી હતા ત્યારથી માતા પિતાની ચઢવણીથી માનસિક ત્રાસ આપવાનુ શરુ કરેલ અને શ્રીમંત પછી રેણુકાબેને પતિ-સાસરીયા વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દિકરાનો જન્મ થયા બાદ રેણુકાબેનને લઇ આવ્યા બાદ પણ સુરેશભાઇને ત્રાસ આપવાનુ ચાલુ રાખી 100 નંબર અને 181 પર ફોન લગાવી હેરાન કરવાનુ ચાલુ રાખ્યુ હતું.


દસેક દિવસ અગાઉ સુરેશભાઇ સાથે ઝઘડો કરી તુ કોઇ કામનો નથી મરી જા કહી રેણુકાબેન ઇડર જતા રહ્યા હતા. સુરેશભાઇએ સમજાવવા માટે તેમના સાળા મુકેશભાઇને ફોન કરતા તેમણે કહેલ કે તારે ખેડાવાડામાં રહેવાનુ નથી ગામમાં રહીશ તો તને ત્યાં રહેવા નહી દઉ સતત ત્રાસ સહન ન થતા સુરેશભાઇએ તા. 26-11-19 ના રોજ હવે મરી જવુ છે જીવન જીવવુ નથી કહી દિવાલ પર માથું પછાડતાં ત્રણ દિવસ સારવાર અર્થે દાખલ કરાયા બાદ તા.30-11-19ના રોજ સાંજે પાંચેક વાગ્યે ઘેર આવી પાછળના રૂમમાં જઇ સુરેશભાઇએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતુ. રૂરલ પોલીસે 7 જણા વિરુદ્ધ મરવા સુધીનુ દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


આમની વિરુદ્ધ દુષ્પ્રેરણ અંતર્ગત ફરિયાદ નોંધાઇ
* રેણુકાબેન નરેશભાઇ જેઠાભાઇ પરમાર (પત્ની)
* નરેશભાઇ જેઠાભાઇ પરમાર (સસરા)
* લાડુબેન નરેશભાઇ જેઠાભાઇ પરમાર (સાસુ)
* મુકેશભાઇ નરેશભાઇ પરમાર (સાળો), * નીશાબેન ઉર્ફે જીગીશાબેન નરેશભાઇ પરમાર (સાળી) {હરેશભાઇ મનાભાઇ પરમાર (સાઢુ) * શામળભાઇ પરમારની મોટી વહુ


પ્લાસ્ટીકની કોથળીમાંથી બે કાગળ મળ્યા
મૃતકના કપડાં વગેરેની તપાસ દરમિયાન પ્લાસ્ટીકની કોથળીમાંથી કાળી બોલપેનથી લખેલ બે કાગળ મળી આવ્યાનુ કહી મૃતકના પિતા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. એક પ્રકારે સ્યુસાઇડ નોટ જેવા હોવાથી સીલ કરી એફ.એસ.એલમાં મોકલી વધુ તપાસ હાથ ધરાઇ છે. - એમ.બી.કોટવાલ, પી.એસ.આઇ રૂરલ પો.સ્ટે.

X
himatnagar married man commit suicide

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી