તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈડરમાં સાંબેલાધાર વરસાદ, બે ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ, વિદ્યાર્થીઓ અટવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૂટેડીથી ઢીંચણિયા દામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ
  • 2 ઓક્ટોબર સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
  • નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ ભારે વરસાદનુ સંકટ

ઇડર: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ઇડરમાં વહેલી સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ઇડરના મૂટેડીથી ઢીંચણિયા ગામને જોડતો કૉઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે. બે ગામોને જોડતો કૉઝવે પાણીમાં ગરકાવ થતા સ્કૂલ જતા વિદ્યાર્થીઓ અને રોજબરોજ કામ પર જતા લોકો કૉઝવે પર અટવાયા હતા. છેલ્લા કેટલાય સમયથી આ કૉઝવે પર પુલ બનાવવાની માંગ કરવામાં આવી છે.

નવરાત્રીના પહેલા દિવસે વરસાદનું સંકટ
સાબરકાંઠામાં ગુરુવારે રાત્રિ દરમિયાન ઇડર અને વડાલીને બાદ કરતાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યા બાદ શુક્રવારે પોશીના 10 મીમી અને ઇડર, પ્રાંતિજ વિજયનગરમાં ઝાપટાં વરસ્યા હતા હવામાન વિભાગની આગાહી અનુસાર 2 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે અને 3 ઓક્ટોબરથી વરસાદ વિરામ લેશે. હવામાન વિભાગે ચોમાસાની વિદાયની હજુ જાહેરાત કરી નથી. હવામાન વિભાગની આગાહીને પગલે નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ વરસાદનું સંકટ તોળાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...