તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારની તૂલનાએ સોમવારે 150 રૂપિયા ભાવ તૂટ્યો, મગફળી વેચતા ખેડૂતોનો મંગળવારે પણ ધસારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર યાર્ડમાં 120 ખેડૂતોને મંગળવાર માટે ટોકન અપાયા
  • ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળતા ખેડૂતોનો મંગળવારે પણ ધસારો
  • બપોરે અઢી વાગ્યાના બદલે સાંજે સાડા ચાર વાગ્યા સુધી હરાજી ચાલુ

હિંમતનગર: માર્કેટ યાર્ડમાં ઉચ્ચત્તમ વેચાણ ભાવ મળી રહ્યા હોવાથી મગફળીની ધિંગી ખરીદી થઇ રહી છે. ગઈકાલે રૂ. 150 જેટલો ભાવ તૂટવા છતાં ટેકાના ભાવ કરતા વધારે મળતો હોવાથી ખેડૂતોના મગફળી વેચવા માટે ધસારો રહ્યો છે.  સોમવારે 26390 બોરીની આવક થઇ હતી અને 120 ખેડૂતોની ખરીદી બાકી રહેતા મંગળવાર માટે ટોકન અપાયા હતા. મગફળીની આવકમાં વધારો થતાં ભાવમાં રૂ.150 નો કડાકો બોલી ગયો હતો. શનિવારે મહત્તમ રૂ.1470 ભાવ બોલાયા બાદ સોમવાર મહત્તમ રૂ. 1323 નો ભાવ પડ્યો હતો.
શનિવારથી માર્કેટ યાર્ડ પર લાઈનો લાગી
મગફળીના ઊંચા ભાવને કારણે હિંમતનગર માર્કેટયાર્ડમાં ધસારો થઇ રહ્યો છે. શનિવાર, રવિવાર અને સોમવાર એમ સતત 3 દિવસથી ખેડૂતો માર્કેટ યાર્ડ પર લાઇનો લગાવી રહ્યા છે. ઊંચા ભાવે સૌરાષ્ટ્ર ના હળવદ, મહેસાણાના વિજાપુર, ગાંધીનગર જિલ્લાના માણસા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોના વાહનોને પણ હિંમતનગર માર્કેટ યાર્ડ તરફ વાળી દીધા છે.
સોમવારે સાંજે સાડા ચાર વાગ્યા સુધી ખરીદી
 26390 બોરી મગફળીની રૂ.900 થી 1323 ના ભાવે ખરીદી કરાઇ હતી અને ખેડૂતોના ધસારાને પગલે બપોરે અઢી વાગ્યાના બદલે સાંજે સાડા ચાર વાગ્યા સુધી હરાજી ચાલુ રખાઇ હતી.
મગફળી વેચવા રવિવારે લાઈનો લાગી
સોમવારે મગફળી વેચવા માટે ખેડૂતો વાહનો લઈને હિંમતનગર માર્કેટ યાર્ડ રવિવારથી લાઈનો લગાવી દીધી હતી.  સોમવારે ધિંગી આવક ને પગલે ભાવ નીચા આવ્યા હતા. સોમવારે 26390 બોરી મગફળીની રૂ.900 થી 1323ના ભાવે ખરીદી કરાઇ હતી.ખેડૂતોના ધસારાને પગલે બપોરે અઢી વાગ્યાના બદલે સાંજે સાડા ચાર વાગ્યા સુધી હરાજી ચાલુ રખાઇ હતી. વેપારીએ ખરીદેલી મગફળી મૂકવા માટે જગ્યા  પણ રહી ન હતી. તેથી બાકી રહેલા 120 વાહનો માટે ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા. આજે મંગળવારે જેમને ટોકન અપાયા છે તેમને અગ્રતા અપાશે. હિંમતનગર યાર્ડમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળી રહ્યા છે તેથી ખેડૂતોનો ધસારો વધી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો