તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાછોતરા વરસાદથી કપાસ,મગફળી અને અડદના પાકોમાં નુકસાનીની ભીતિથી ખેડૂતોમાં ચિંતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કપાસના જીંડવા બળવા લાગ્યા- મગફળી કોહવાવા લાગી

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ચોમાસુ સિઝનમાં પાછોતરા વરસાદથી ખેડૂતોના પાકો ઉપર વિપરીત અસર પડી છે. ખેડૂતોના કપાસનો પાક તૈયાર થવાની અણીયે સતત વરસાદના કારણે જીંડવા બળવા લાગ્યા છે અને કાળા પડી જવાના શરૂ થયા છે સાથે સાથે મગફળીનો પાક પણ જમીનમા કોહવાઇ રહ્યો છે અને અડદનો પાક પણ નષ્ઠ થઇ જતાં ખેડૂતોને મોટી નુકશાની ભોગવવાની આવતા જગતના તાતની નીંદ હરામ બની છે.
 
જિલ્લામાં ખેડૂતોએ 32370 હેક્ટરમાં કપાસના પાકની વાવણી કરી છે. વર્ષ સારુ જવાની આશાએ જિલ્લામાં પ્રથમવાર 55190 હેક્ટર જમીનમાં મગફળીના પાકની વિક્રમી વાવણી થઇ છે. સાથે સાથે નવરાત્રી અને દિવાળીના તહેવારોમા રોકડીયા પાક તરીકે ગણાતો અડદનો પાક પણ સતત વરસાદના કારણે નષ્ઠ થઇ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
 
કપાસના પાકમાં(જીંડવા)કેરી આવવાના ટાઇમ સતત વરસાદી વાતાવરણથી કપાસનો પાક પણ નષ્ટ થવાના આરે ઉભો છે. કપાસનો પાક પણ નષ્ટ થવાના આરે ઉભો છે. કપાસના પાકમાં 70% થી 80% ટકા ઉત્પાદન ઘટવાનું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે પાછોતરા વરસાદના કારણે મગફળીનો પાક તૈયાર થતા જમીનમાં કહોવાઇને ઉગવા લાગ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...