હિંમતનગરમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી મુદ્દે કર્મચારીઓએ હેલ્થ ઓફિસરને આવેદન આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા લાગે તો લોકો વાંધો ઉઠાવશે- આરોગ્ય કર્મચારીઓ

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ઉચ્ચ કક્ષાએથી દરેક કર્મચારીને ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાનો વિરોધ દર્શાવ્યો હતો.  કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો કે દરેક પાસે એન્ડ્રોઇડ ફોન ના હોવાથી દરેક કર્મચારી ઓનલાઇન ડેટા એન્ટ્રી કરી શકે નહીં. ઉપરાંત એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે જો દરેક કર્મચારી ઓનલાઈન ડેટા એન્ટ્રી કરશે તો પ્રજા પણ વાંધો ઉઠાવશે.
પડતર માંગણીઓનો પણ આવેદનમાં ઉલ્લેખ
આખો દિવસ કર્મચારી મોબાઈલ જોતા રહેશે તો આરોગ્ય ખાતાને માઠી અસર થશે. તેમજ આવેદન પત્ર થકી છેલ્લા કેટલાક સમયથી વિવિધ પડતર માંગણીઓનો પણ ઉલ્લેખ કરી આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમ આપવા જણાવાયું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ રાજ્યકક્ષાએ પણ રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હતી.