તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતાનો વીડિયો ઉતારી પતિ અને પત્ની પાસે 3.50 લાખની ખંડણી માગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખંડણી નહીં આપતાં વોટ્સએપથી વીડિયો બનાવી મોકલતાં ફરિયાદ આધારે તલોદના નવા ગામના બે શખ્સોની ધરપકડ

હિંમતનગરઃ તલોદ તાલુકાના બે શખ્સોએ 21 વર્ષિય યુવતીનો વીડિયો મોકલી તેના પતિ અને યુવતી પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખની ખંડણી માંગવાનો પ્રયાસ કરનાર બે વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે એક શખ્સની અટકાયત કરી રિમાન્ડ અર્થે શુક્રવારે સાંજે કોર્ટમાં રજૂ કર્યો હતો અને મોડી સાંજે બીજા આરોપીની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
તલોદ તાલુકાના નવાગામના શખ્સે 21 વર્ષીય યુવતીના વીડીયોથી 20 દિવસ અગાઉ તેના યુવતીના પતિ અને યુવતી ઉપર દબાણ વધારી બળજબરીથી રૂપિયા સાડા ત્રણ લાખ ખંડણી વસૂલવા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તારીખ 16.09.19 ના રોજ સુરેન્દ્રસિંહ ચાવડા (રહે નવા તા.તલોદ) અને મહેશ ચાવડા (રહે કેનપુર હિંમતનગર) ફરીથી પ્રયાસ કરી ધમકીઓ આપી વીડિયો વોટ્સએપથી જાહેર કર્યો હતો. જેને પગલે ભોગ બનનારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી  સુરેન્દ્રસિંહ ચાવડાની તા.19.09.19ના રોજ રાત્રે 10:30 વાગ્યે અટકાયત કરી તા.20.09.19 ના રોજ સાંજે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કર્યો હતો.બીજા આરોપી મહેશની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

વીડિયો મેળવી ધમકી આપી હતી: પોલીસ
 આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવાયા છે અને બીજા આરોપી મહેશની પણ મોડી સાંજે અટકાયત કરાઈ છે જેણે સુરેન્દ્રસિંહ પાસેથી વીડિયો મેળવી ધમકી આપી હતી તેની પૂછપરછ બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે  - વી.આર.ચાવડા, ઇન્વેસ્ટિગેશન ઓફિસર