તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાયડના સાઠંબામાં યુવકને શંકાસ્પદ કોરોના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • યુવક તાજેતરમાં સાઉદી અરેબિયાથી સાઠંબા આવ્યો હતો
 • અરવલ્લીમાં ચાલુ સપ્તાહમાં વિદેશથી પરત ફરેલા પાંચ વ્યક્તિઓ ઓબ્ઝર્વેશન હેઠળ
 • તાજેતરમાં ધનસુરાની યુવતી સિંગાપોરથી પરત ફરતાં હિંમતનગર સિવિલના આઇસોલેશન વોર્ડમાં રખાઇ હતી

હિંમતનગરઃ એક તરફ 145 થી ઉપરાંત દેશોને સકંજામાં લેનાર કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરી દેવાઇ છે. ત્યારે વિદેશથી આવતાં તમામ નાગરિકાેની તપાસ તંત્ર દ્વારા કરાઇ રહી છે. ત્યારે બાયડ તાલુકાના સાઠંબામાં વિદેશથી આવેલા વ્યક્તિને શંકાસ્પદ કોરોના લક્ષણો જણાતાં આરોગ્ય વિભાગ ઉભા માથે પટકાઇ દોડતું થયું છે.

યુવતીનો રિપોર્ટ નોર્મલ 
મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં થોડા સમય પહેલા સિંગાપુરથી પરત ફરેલ યુવતીને શંકાસ્પદ કોરોનાનાં લક્ષણો જણાતાં હિંમતનગર સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઇ હતી. ત્યારે યુવતીનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. બીજી બાજુ બાયડ તાલુકાના સાઠંબા ગામે સાઉદી અરેબીયાના મક્કાથી યુવક ગામમાં આવ્યો હતો.જ્યાં તેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતાં આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું હતું. થોડા દિવસ પહેલા જ યુવક ગામમાં પોતાના ઘરે આવ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.આરોગ્ય વિભાગે તુરંત જ તેની તપાસ હાથ ધરી છે. 

કોઇએ ગભરાવાની જરૂર નથી 
આ મામલે બાયડ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ર્ડા ધમેન્દ્ર પરમારે જણાવ્યું કે તપાસ ચાલુ છે કોઇ એ ગભરાવવાની જરૂર નથી.કોરોના વાઇરસને લઇ અનેક જાહેરાતો સરકાર દ્વારા કરાઇ છે. જ્યારે બીજી બાજુ દેશના અનેક રાજ્યોમાં આ મહામારી વધુ ન ફેલાય તે માટે શાળા,કોલેજો જેવા જાહેર સ્થળેા ને બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં બાયડ તાલુકાના સાઠંબામાં શંકાસ્પદ કેસને લઇ ભારે હલચલ મચી છે.

આરોગ્ય સચિવની એડવાઇઝરીને પગલે જિલ્લામાં 31 માર્ચ સુધી તમામ કાર્યક્રમ અને મેળાવડા પર બ્રેક
કોરોનાને પગલે રાજ્યના આરોગ્ય વિભાગે 31 માર્ચ સુધી તમામ પ્રકારના જાહેર કાર્યક્રમો, મેળાવડા પર બ્રેક લગાવતી એડવાઇઝરી જારી કરી છે. સા.કાં. કલેક્ટરે પણ જણાવ્યુ કે ચાલુ માસમાં જાહેર કાર્યક્રમોનુ
આયોજન નથી અને શનિવારે યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં પણ આ અંગે માર્ગદર્શન અપાયુ છે. 

જિલ્લાના પાંચ વ્યક્તિઓને શંકાસ્પદ લક્ષણો જણાતાં આઇસોલેશન વોર્ડમાં રાખી ટેસ્ટ પણ કરાયા
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણેક માસમાં 91 જેટલા લોકો વિદેશથી આવ્યા છે. કલેક્ટર સી.જે.પટેલે જણાવ્યુ કે તમામ ઓબ્જર્વેશન હેઠળ છે અને પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લાના પાંચ વ્યક્તિઓને શંકાસ્પદ લક્ષણો જણાતાં આઇસોલેશન વોર્ડમાં રાખી ટેસ્ટ પણ કરાયા છે જે તમામના નેગેટીવ રિપોર્ટ આવ્યા છે. આરોગ્ય વિભાગની એડવાઇઝરી મુજબ 31 માર્ચ સુધી કોઇ પણ પ્રકારના જાહેર કાર્યક્રમોનું આયોજન નથી અને અન્ય કોઇ આવા કાર્યક્રમનુ આયોજન થતુ હશે તો તેમને પણ આ બાબતે જાગૃત કરવાનો પ્રયાસ કરાશે. સા.કાં. જિલ્લામાં 12 વ્યક્તિઓ તેમના ઘેર જ ઓબ્જર્વેશન હેઠળ છે સતત મોનિટરીંગ થઇ રહ્યાનુ જાણવા મળી રહ્યુ છે. 

5 વ્યક્તિઓને ઓબ્જર્વેશન હેઠળ રખાયા
સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર અરવલ્લી જિલ્લામાં ચાલુ સપ્તાહમાં વિદેશથી પરત ફરેલા 5 વ્યક્તિઓને ઓબ્જર્વેશન હેઠળ રખાયા છે. જેમાં મોડાસા તાલુકાના ચાર અને બાયડ તાલુકાના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. બે યુવતી અને ત્રણ પુરુષ તાજેતરમાં કૂવૈત, મક્કા મદીના, સાઉદી અરેબીયા અને યુએસએથી પરત ફર્યા છે. 

ગભરાઓ નહીં આટલી તકેદારી રાખો 
 વાયરસ સરફેસ ટૂ સરફેસ ફેલાય છે.
 વ્યક્તિ - વ્યક્તિ વચ્ચે એક ચોક્કસ અંતર રાખવુ.
 ભીડ એકત્ર ન કરવી.
 ઉધરસ, છીંક આવવાના સમયે રૂમાલ રાખવો.
 ડોરબેલ, લીફ્ટનું બટન, દુકાનોના કાઉન્ટર વગેરેને સ્પર્શ કર્યા પછી હાથને સાબુથી - સેનેટાઇઝરથી સાફ કરવા.
 બહાર જાવ તો પોતાના હાથથી નાક, કાન, આંખ, મોઢુ ચહેરાનો સ્પર્શ કરવાનું ટાળવુ.
 શંકા જણાય તો કોરોના માની લેવાની જરૂર નથી તબીબી સલાહ લેવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો