હિંમતનગર / ભોલેશ્વર ડીપ પર કાર 50 ફૂટ નીચે ખાબકતાં દંપતી, બાળક સાથે કારમાંથી કૂદી જતાં બચ્યા

car fall down under 50 feet couple and child safe escaped

  • ઢાળમાં કાર પાછી પડતાં આર્મી જવાનની કારને અકસ્માત સર્જાયો
  • ઢાળ પર જતી વખતે કારને બ્રેક માર્યા બાદ ઢાળ સીધો અને લાંબો હોવાથી પાછી પડી

Divyabhaskar.com

Jan 22, 2020, 09:38 AM IST
હિંમતનગરઃ હિંમતનગર થી ભોલેશ્વર ડીપ ઉપર થઇ જવાના રસ્તા પર ઢાળમાં કાર પાછી પડતા બેકાબૂ બનતાં કારમાં સવાર આર્મી જવાન, પત્ની અને બાળક સાવચેતી વાપરી કારમાંથી કૂદી ગયા બાદ કાર 50 ફૂટ નીચે નદીના પટમાં ખાબકી હતી. જેમાં ત્રણેયનો આબાદ બચાવ થયો હતો.
જવાન મુકેશકુમાર દેવજીભાઇ ડામોર તેમની પત્ની અને બાળક સાથે કારમાં ભોલેશ્વરથી નીકળી હાથમતી ડીપ પસાર કરી પોસ્ટ ઓફિસ તરફના ઢાળ ઉપર જઇ રહ્યા હતા. તે દરમિયાન કારને બ્રેક માર્યા બાદ ઢાળ હોવાને કારણે કાર બેકાબૂ બની પાછી પડવા માંડી હતી ઢાળ સીધો અને લાંબો હોવાને કારણે તથા કાર ઉપર કાબૂ મેળવી શકાય તેમ ન હોવાનુ જણાતા મુકેશકુમાર પત્ની અને બાળકને લઇ કારમાંથી બહાર કૂદી ગયા હતા અને કાર હાથમતી નદીમાં પચાસેક ફૂટ નીચે ખાબકી હતી.
X
car fall down under 50 feet couple and child safe escaped
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી