બાયડ: ધનસુરા-બાયડ રોડ પર કરોલી ગામ નજીક ટ્રેકનું ટાયર ફરી વળતા બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે રોડ પર પડેલા ખાડાના પગલે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ચાલક સહિત અન્ય વ્યક્તિ રોડ પર પટકાયા હતા. તે સમયે પાછળથી આવી રહેલા ટ્રકનું ટાયર બાઈક સવારના માથે પરથી ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બંને યુવક રોડ પર પટકાયા હતા
રામપુર ગામના અજમલ બામણીયા અને સંજય કટારા મોડાસા શહેરમાં જાહેરાતના બોર્ડ લગાવતી દુકાનમાં નોકરી કરતા હતા. ગુરુવારે બાઈક પર બાયડમાં સાઈન બોર્ડના કામકાજ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે ટ્રકે ટક્કર મારતા બંને યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં સંજય પર ટ્રકના ટાયરો ફરી વળતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અજમલના શરીરે ઈજાઓ થતા તેણે હોસ્પિટલ ખસેડાયો હતો. બાયડ પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.