ઇડર / પરિણીતા પ્રેમી સાથે પલાયન થઇ જતાં 4 વર્ષની પુત્રીએ આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી

Divyabhaskar.com | Updated - Mar 15, 2019, 08:33 AM
4 વર્ષની બાળકીએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી
4 વર્ષની બાળકીએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી

  • સમાજના આગેવાનો બાળકીને પ્રેમીના ઘરે મૂકી ગયા હતા

ઇડર: હિંમતનગર રાજપુરની પરિણીતા ઇડર તાલુકાના સદાતપુરાના પ્રેમી સાથે પલાયન થઇ જતા 4 વર્ષની પુત્રી રઝળી અને માતાની યાદમાં રોકકળ કરી પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવા મજબૂર બની હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર રાજપુર ગામના સચિનકુમાર હિતેન્દ્રભાઇ પટેલે હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમની પત્ની દર્શનાબેન ઉર્ફે ગોપી ઇડર તાલુકાના સદાતપુરા ગામના પિનાકીનભાઇ દિનેશભાઇ પટેલ સાથે જતી રહી હોવા અંગે તા. 24-02-19 ના રોજ જાણવાજોગ નોંધાવી હતી.

આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો: 4 વર્ષની દીકરીને મુકીને માતા પલાયન થઇ જતા હોબાળો મચી જવા પામ્યો હતો. ત્રણેક સપ્તાહથી પત્નીનો પત્તો ન લાગતા સમાજના આગેવાનો સહિત 4 વર્ષીય દીકરીને પીનાકીનભાઇના ઘેર મૂકી આવ્યા હતા. બુધવારે સાંજે પાંચેક વાગ્યે સમાજના અગ્રણીઓ અને પિનાકીનભાઇ પિતા બાળકીને ઇડર પોલીસને સોંપી હતી. માતા પ્રેમી સાથે પલાયન થઇ જતા અને પિતા પણ અન્યને ઘેર મૂકી અાવ્યા બાદ બાળકી પોલીસ સ્ટેશનમાં રાત ગુજારવા મજબૂર બની હતી. કાળજી કંપાવી નાખે તેવી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. રાત્રિ દરમિયાન માતા ફરકી પણ ન હતી. પોલીસે સમજાવટથી સવારે ચારેક વાગ્યે બાળકીને પીનાકીનભાઇના પિતાને પરત સોંપી હતી.

X
4 વર્ષની બાળકીએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી4 વર્ષની બાળકીએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App