સફાઇ અભિયાન / વિજયનગરના પોળો જંગલમાંથી 250 કોથળા પ્લાસ્ટિક એકત્ર કરાયું

250 bags of plastic were collected from the hollow jungle of Vijayanagar

  • સે નો ટુ પ્લાસ્ટીક અભિયાન અંતર્ગત ગુજરાતની વિવિધ સંસ્થાઓ જોડાઇ

Divyabhaskar.com

Sep 16, 2019, 08:14 AM IST

વિજયનગરઃ વિજયનગર તાલુકાના પોળોમાં આવતા પ્રવાસીઓ દ્વારા નાખવામાં આવતા પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરવા માટે સાબરકાંઠા વન વિભાગ દ્વારા સે નો પ્લાસ્ટિક ઈન પોલો અભિયાન હાથ ધરાયું હતુ. જેમાં રવિવારે ગુજરાતની વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ તથા શાળા કોલેજોના 700 સ્વયંસેવકો તથા વન વિભાગના કર્મચારીઓએ સફાઈ અભિયાન આદરીને આશરે 250 કોથળા પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્ર કરી તેનો નાશ કરવાની કામગીરી કરી હતી.

પોળોમાં આવતા પ્રવાસીઓ દ્વારા ઠેર ઠેર પ્લાસ્ટિક અને અન્ય કચરો ફેંકવામાં આવતા કચરાના ઢગ જામી ગયા હતા. જે અંગે પોળોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે "સે નો ટુ પ્લાસ્ટિક ઈન પોળો "નામનું અભિયાન કરી સોશ્યલ મીડિયાના માધ્યમથીપ્રચાર પ્રસાર કરી લોકોને આ બાબતનાસંદેશ મોકલી તેમને આ અભયાનમાં જોડાઈને પોતાનું યોગદાન, શ્રમદાન આપવા માટે આહવાન કરાતાં જેમાં રવિવારે હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં રાજ્યના 15થી વધુ સ્વયં સેવી સંગઠનો ,કોલેજો ,આઈટીઆઈ, હાઈસ્કૂલ ,પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મળી કુલ 700 જેટલા સ્વયસેવકો જોડાયા હતા.

જેમણે અભાપુર શરણેશ્વર મંદિરથી લઈને હરણાવ ડેમ સુધીમાંથી 250 કોથળા ભરીને પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરી પોળોને પ્લાસ્ટિક મુક્ત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં હિંમતનગર નેચર ક્લબ ,અમદાવાદ ,સાઠમ્બા,ડેમાઈ , તલોદ, ધ્રાગંધ્રા યુથ ક્લબના સભ્યોએ પણ ઉત્સાહ ભેર જોડાઈ આ અભિયાનને સફળ બનાવ્યુ હતુ. સરકાર દ્વારા પોળોમાં આવતા પ્રવાસીઓ પ્લાસ્ટિક સાથે ન લાવે તે માટે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લાદવો જોઇએ. તેવી માંગણી વન અધિકારી યોગેશભાઈ દેસાઈએ કલેકટર કચેરી દ્વારા આ મામલે ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતુ. તેવું સાબરકાંઠા જિલ્લા ના નાયબ વન સંરક્ષક યોગેશભાઈ દેસાઈ તથા વાઈલ્ડ લાઈફ વોર્ડન મયુરભાઈ રાઠોડે જણાવ્યું હતુ.

X
250 bags of plastic were collected from the hollow jungle of Vijayanagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી