મોડાસા / માઝુમ ડેમમાંથી 2 હજાર ક્યુસેક પાણી છોડાતાં નદીકાંઠાના 23 ગામડાને સાવચેત કરાયા

23 thousand cusecs of water released from Mazum dam

  • સપાટી 159.95એ પહોંચી, માઝુમ નદી કાંઠાની પંચાયતોના તલાટી કમમંત્રીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના

Divyabhaskar.com

Sep 16, 2019, 08:25 AM IST

મોડાસાઃ મોડાસા પાસેનો માઝુમ ડેમ ઉપરવાસમાં વરસાદના પગલે છલકાઇ ગયો છે. રવિવારે જળાશયની સપાટી 156.95 એ પહોંચતા સિંચાઇ સત્તાવાળાઓ દ્વારા માઝુમ જળાશયમાંથી 2000 હજાર ક્યુસેક પાણી છોડવામા આવતા નદીકાંઠાના 23 જેટલા ગામડાઓને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતુ અને માઝુમ નદી કાંઠાની પંચાયતોના તલાટી કમમંત્રીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઇ છે.

માઝુમ જળાશયમાં બે હજાર ક્યુસેક પાણીની સતત આવક શરૂ થતાં સિંચાઇ સત્તાવાળાઓ દ્વારા જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે બે હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો. જિલ્લાના માઝુમ નદી કાંઠાના ગામડાઓને સતર્ક રહેવા સિંચાઇ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા 23 જેટલા ગામડાઓને એલર્ટ કરાયા હતા. સાથે સાથે માઝુમ નદી કાંઠાની ગ્રામપંચાયતોના તલાટી કમમંત્રીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઇ હોવાનું જાણવા મળેલ છે.

માઝૂમ નદી ડીપ પર પાણી ફરી વળ્યાં
માઝૂમ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમ ની રૂરલ લેવલ સપાટીથી ઉપર જતા તંત્ર દ્વારા ડેમ માંથી નદી માં બે હજાર કયુસેક પાણી નદીમાં છોડાતાં માઝૂમ નદીમાં અમરગઢકંપા થી ખડોદા માર્ગ પર ની ડીપ પર પાણી ફરી વળતાં રાહદારીઓ વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. નદીમાં પાણી આવતા મહાદેવપુરા ,ખડોદા, નવા ખડોદા રવિપુરા કમ્પા, નવા જવાનપુરા અન્ય ગામોને અસર થઈ હતી.

X
23 thousand cusecs of water released from Mazum dam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી