તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરઃ સાબરડેરીમાં 189 કર્મચારીઓની ભરતીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે બાયડ તાલુકાના સહકારી આગેવાન કિર્તી પટેલ દ્વારા ખુલાસો કરી સંભવિત નોકરી મેળવનાર 20 ઉમેદવારોની યાદી જાહેર કરી વધુ 20 નામ બે-ચાર દિવસમાં જાહેર કરવાનુ જણાવી સનસનાટી મચાવી દીધી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે એક ડિરેક્ટરના પાંચ ઉમેદવારોની કઇ જગ્યા પર નોકરી આપવાની છે તે હોદ્દા સાથેની યાદી ચેરમેને ભૂલથી તેમને વોટ્સએપ કરી દીધી હતી.
હાઇકોર્ટે અને રજિસ્ટ્રારની પ્રક્રિયામાં ભરતી પ્રક્રિયા ખોરંભે પડી છે તેવામાં તાલુકાના પ્રકરણમાં ઓડિયો વાયરલ કરી પ્રકાશમાં આવેલ બાયડ તાલુકાના સહકારી આગેવાન કિર્તી પટેલે શુક્રવારે વધુ એક સનસનાટી ભર્યો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે બાયડ વિધાનસભા મત વિસ્તારના ચાર ડિરેક્ટર ડેરીના ચેરમેન સાથે છે. જેથી 50 થી વધુની ભરતી બાયડ માલપુર પંથકમાંથી થશે. મોડાસા વિધાનસભાના 15 ડિરેક્ટર છે. ત્યાં 30 થી વધુની ભરતી થશે. માત્ર બે વિધાનસભા બેઠકમાંથી 80 થી વધુ ઉમેદવારોની ભરતી નક્કી છે તે પૈકી આજે શુક્રવાર 20 ની યાદી એડવાન્સમાં જાહેર કરુ છુ. જેમાં માંડ 5 ટકાનુ વેરીએશન આવી શકે છે. બીજા 20ની યાદી બે-ચાર દિવસમાં જાહેર કરીશ.
ભરતી થયા વગર ભરતી પ્રક્રિયા રદ થવી મુશ્કેલ
રાજ્ય રજિસ્ટ્રારની તપાસ અને હાઇકોર્ટમાં રાજ્ય રજિસ્ટ્રાની સત્તાને પડકારતી થયેલ પીટીશન વચ્ચે સાબરડેરી ભરતી પ્રક્રિયાનુ કોકડુ ગૂંચવાયુ છે. જાણકારોના મતે ભરતી પ્રક્રિયા થઇ છે પરંતુ ભરતી થઇ જ નથી તેવા સંજોગોમાં ભરતી ખોટી થઇ રહી હોવાની વ્યાખ્યા કરવી અજુગતી છે. ભરતી થયા વગર ગેરરીતીના પૂરાવા ક્યાંથી લાવવા ? કોર્ટ પુરાવા વગર કોઇ આખરી નિર્ણય સુધી પહોંચતી નથી માટે ડેરીમાં હાલના સંજોગોમાં ભરતી પ્રક્રિયા રદ થવી મુશ્કેલ માનવામાં આવી રહી છે.
પાંચ ઉમેદવારોના નામ, હોદ્દા સાથેની પીડીએફ ફાઇલ ચેરમેન શામળભાઇ પટેલ દ્વારા ભૂલથી સેન્ડ થઇ ગઇ હોવાનો દાવો
ગત 9 મી ડિસેમ્બરે કિર્તી પટેલના વોટ્સએપ નંબર પર સ્વસ્તિક દોરેલી ચિત્રોડાના કનુભાઇ રેવાભાઇ પટેલને ઉદ્દેશીને લખાયેલ 5 ઉમેદવારોના નામ, હોદ્દા સાથેની પીડીએફ ફાઇલ ચેરમેન શામળભાઇ પટેલ દ્વારા ભૂલથી સેન્ડ થઇ ગઇ હોવાનો દાવો કરાયો છે જેમાં ફીટરની જગ્યા માટે પટેલ (ચૌધરી) નૃપ કુમાર કલ્પેશભાઇ-મુનાઇ, ડિપ્લો.ઇલે.માટે પટેલ નિરવકુમાર પ્રવિણભાઇ -સાહેબપુર, બીકોમ પટેલ રાઘવકુમાર અશોકભાઇ - દાવડ, બીએસસી કેમી. ચૌધરી કેયુરકુમાર અરવિંદભાઇ - ગોરલ અથવા પટેલ હિંમાંશુ કુમાર રમેશભાઇ -શેરપુર અને પાંચમી જગ્યા માટે ડી.ટી.પટેલ વિશાલભાઇ ભીખાભાઇ -સદાતપુરા અથવા પટેલ મીત રજનીભાઇ -હડીયોલ ના નામ હતા. કીર્તીભાઇના દાવા મુજબ ડિરેક્ટર કનુભાઇ પટેલના ક્વોટાના ઉમેદવારોની પીડીએફ ભૂલથી તેમના મોબાઇલ પર સેન્ડ થઇ ગઇ હતી.
કિર્તી પટેલ જાહેર કરેલ સંભવિત ઉમેદવારોની યાદી
ક્રમ | નામ | ગામ |
1 | નીરલ ભરતભાઇ પટેલ | મુંશીવાડા |
2 | પાર્થ અરવિંદભાઇ પટેલ | મુંશીવાડા |
3 | પીકેસ જયંતિભાઇ પટેલ | મુંશીવાડા |
4 | પ્રજ્ઞેશ ભોગીલાલ પટેલ | મુંશીવાડા |
5 | રોનક વિનોદભાઇ પટેલ | ખેરાડી |
6 | પ્રતિક મહેન્દ્રભાઇ પટેલ | મેઢાસણ |
7 | નીસીત પટેલ | ટીંટોઇ |
8 | જયમીન નરેશભાઇ પટેલ | વાંટીયાદેવ |
9 | પ્રતિક પટેલ | ખેરાડી |
10 | સૌનક બીપીનભાઇ પટેલ | ભેરુન્ડા |
11 | કૈતવ વિજયભાઇ પટેલ | વોલ્વા |
12 | વિનોદ જગદીશભાઇ પટેલ | પીપોદરા |
13 | પ્રીતેશ રાકેશભાઇ પટેલ | પીપોદરા |
14 | કલ્પેશ દીનેશભાઇ પટેલ | પીપોદરા |
15 | નીસીત જયંતભાઇ પટેલ | પીપોદરા |
16 | કર્મવીર સતીષભાઇ પટેલ | ડેમાઇ |
17 | તેજેન્દ્ર વસંતભાઇ પટેલ | બાયડ |
18 | પ્રતિક પટેલ | ગઢોડા |
19 | રાહુલ મહેશભાઇ પટેલ | સૂરજપુરા |
20 | ચેરમેનના ડ્રાયવર હસમુખભાઇ કાન્તીભાઇ પટેલનો પુત્ર | પીપોદરા |
કોણ છે કિર્તી પટેલ
અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય, ડેમાઇ સેવા સહકારી મંડળી ચેરમેન, ડેમાઇ નાગરિક શરાફી સહકારી મંડળી ચેરમેન, ડેમાઇ કેળવણી મંડળના ચેરમેન, બાયડ એપીએમસી ડિરેક્ટર
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.