લગ્ન માટે યુવતી સોંપી મૂડેટીના યુવક સાથે 1.30 લાખની છેતરપિંડી, 6 વિરુદ્ધ ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દલાલોએ સવા વર્ષની બાળકી પોતાની સાથે રાખી યુવતીને પરત બોલાવી લીધી, મુસ્લિમ યુવતીનું ખોટું લિવિંગ સર્ટિ બનાવી હિન્દુ હોવાનું તરકટ ઊભું કર્યું હતું

હિંમતનગર- ઇડરઃ  ખેડા જિલ્લાના કપડવંજ અને મહુધા તાલુકાના દલાલો તથા સ્થાનિક દલાલે ભેગા મળી લગ્ન કરવા માંગતા ઇડર તાલુકાના ગામના ડાયવોરસી યુવકને મહારાષ્ટ્રના અકોલાની મુસ્લિમ યુવતીને ખોટા લીવીંગ સર્ટી અને આધારકાર્ડ ના માધ્યમથી હિન્દુ હોવાનું તરકટ ઊભું કરી રૂપિયા 1.30 લાખ લઈ યુવતીને સોંપીને ગયા બાદ યુવતી પણ પોતાને નાની પુત્રી હોવાનું અને લઈને આવું છું કઈ પલાયન થઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં 6 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
 
મુડેટી ગામના જીગ્નેશભાઈ હસમુખભાઈ ભાટિયાના એક વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા અને બે દીકરીઓની સાર સંભાળ માટે લગ્ન કરવા માંગતા હોય તેમણે બડોલીના ઈમરાન દિવાન સાથે વાત કરતા તા.16.09.19 ના રોજ ઇમરાન દિવાન તેની પત્ની મુસ્કાન ઉર્ફે મુમતાઝને લઈને જીગ્નેશ ભાઈના ઘેર આવ્યો હતો અને એક જગ્યાએ છોકરી છે કહેતા ભાડે વાહન કરી ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ગામના જીતુભાઈ કાળાભાઈ ચૌહાણના ગયા હતા અને તેમણે પૂનમ ઉર્ફે કાજલ પોતાની સાળી હોવાની ઓળખાણ આપી બતાવી હતી. આ સમયે જીગર જીવરાજ પંચાલ ઉર્ફે ચંદ્રકાંત દશરથભાઈ પંચાલ (રહે. કરકરિયા તા કપડવંજ) અને જીતુભાઈ ચૌહાણ ની પત્ની સંગીતા ચૌહાણ હાજર હતા.
 
છોકરી ગમી જતા રૂપિયા 1.30 લાખ આપવાના નક્કી કરી બધા બડોલી આવ્યા હતા અને નક્કી કરેલ રકમ આપતા રૂ. 50 નો સ્ટેમ્પ કરી આપી તથા લિવિંગ સર્ટિફિકેટ અને આધારકાર્ડ ઇમરાન દિવાનને આપી પૂનમ ઉર્ફે કાજલ નામની યુવતીને જીગ્નેશભાઈ ભાટિયાને સોંપીને જીગર પંચાલ જીતુ ચૌહાણ અને સંગીતાબેન ચૌહાણ જતા જતા કહેતા ગયા હતા કે સવારે તમારી રીતે લગ્ન કરી લેજો બીજા દિવસે ઇમરાન દિવાન ને ફોન કરના તેણે કહ્યું હતું કે હું મહારાષ્ટ્ર આવેલો છું અને દસ દિવસ લાગશે તમે પછી લગ્ન કરી લેજો ત્યારબાદ તા.23.09.19 ના રોજ પૂનમ ઉર્ફે કાજલ ને લઈને મીનાવાડા દર્શન કરીને પરત આવ્યા બાદ પુનમ ઉર્ફે કાજલે જણાવ્યું હતું કે હું મુસ્લિમ છું અને મારું નામ સમીના અકીલ શેખ છે તથા મહારાષ્ટ્રના  અકોલાની છું અને મારે એક સવા વર્ષની દીકરી છે એને લેવા જવું છે એમ કહેતા તા. 29.09.19 ના રોજ તેને દીકરીને લેવા મોકલી હતી ત્યારબાદ તેનો ફોન આવ્યો હતો કે મારી દીકરી જીગર પંચાલ પાસે નડિયાદમાં છે અને આ લોકો મારી દીકરીને લઈને આવવા દેતા નથી તમારી સાથે છેતરપિંડી થઈ છે ઇડર પોલીસે જીગ્નેશભાઈ પાટીયા ની ફરિયાદ નોંધી યુવતીના બહેન-બનેવી બનનાર જીતુભાઈ ચૌહાણ અને સંગીતાબેન ની અટકાયત કરી અન્ય દલાલો અને યુવતીને શોધવા તજવીજ હાથ ધરી છે.
 

આમની સામે ફરિયાદ નોંધાઇ 
1. જીગર જીવરાજ પંચાલ ઉર્ફે ચંદ્રકાંત દશરથભાઈ પંચાલ (રહે.કરકરીયા તા.કપડવંજ) 
2.જીતુભાઈ કાળા ભાઈ ચૌહાણ (રહે વડથલ તા. મહુધા.જી ખેડા)
3 સંગીતાબેન જીતુભાઈ ચૌહાણ (રહે.વડથલ તા. મહુધા)  4.ઇમરાન દીવાન (રહે. બડોલી તા.ઈડર) 
5.મુસ્કાન ઉર્ફે મુમતાજ ઇમરાન દિવાન (રહેબડોલી તા.ઈડર)
6.પૂનમ ઉર્ફે કાજલ ઉર્ફે સમીના અકિલ શેખ