તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર શહેરના 23 લોકેશન પર 120 સીસીટીવી કેમેરા સજ્જ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાફિક નિયમનું પાલન નહીં કરો તો હવે ઇ-મેમો ઘેર આવી શકે છે
 • પોલીસ હેડક્વાટર્સમાં CCTV મોનિટરીંગ - કંટ્રોલ રૂમમાં ગૃહમંત્રી અમિતશાહે ઓનલાઈન ઉદ્ઘાટન કર્યુ

હિંમતનગર: હિંમતનગરમાં શનિવારે સેફ અને સિક્યોર ગુજરાત  પ્રોજેક્ટ લોન્ચ કરવા અંતર્ગત પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નિર્મિત સીસીટીવી મોનીટરીંગ અને કંટ્રોલ રૂમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે ઓનલાઈન ઉદ્ઘાટન કરી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ગુનાખોરી પર ચાંપતી નજર રાખી શકાય તે માટે સરકાર દ્વારા સેફ અને સિક્યોર ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કેટલાકપાલિકા વિસ્તારોમાં સીસીટીવીથી બાજ નજર રાખી શકાય તે માટેનો પ્રોજેક્ટ અમલી બનાવતા હિંમતનગર શહેરના 23 લોકેશન પર 120 કેમેરા લગાવી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મોનીટરીંગ અને કંટ્રોલ રૂમ બનાવાયો છે આ પ્રોજેક્ટનું શનિવારે ઉદ્ઘાટન કરાયું હતું.  
સીસીટીવી કેમેરાની બાજ નજરથી હિંમતનગરમાં ટ્રાફિક નિયમોનું પણ પાલન થશે અને ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારને સીસીટીવી કેમેરાની નજરથી નંબર પ્લેટ સ્કેન કરીને મેમો વાહન ચાલકના ઘરે પહોંચી જશે. જો કે ઇમેમો શરૂ થવામાં હજુ વાર લાગશે. હિંમતનગરમાં  કંટ્રોલરૂમ ખાતે 12 સ્ટેશન બનાવાયા છે અને પ્રત્યેક સ્ટેશન પર એક કર્મચારી 3 એલસીડીનું મોનીટરીંગ કરશે. 8 કલાકની એક શીફ્ટમાં 12 પોલીસકર્મી ફરજ બજાવશે. 45 ની જરૂરિયાત સામે અત્યારે 30 ની ફાળવણી થઈ છે.શહેરના ઇન અને આઉટ 23 લોકેશન ઉપર કુલ 120 કેમેરા લગાવાયા છે જેમાં 90 દિવસ સુધી સીસીટીવી ફૂટેજનો ડેટા સેવ રહેશે. 
49 ફિક્સ કેમેરા, 45 એ.એન.પી.આર કેમેરા અને 26 ફરતા કેમેરા પીટીઝેડ મળી કુલ 120 કેમેરા લગાવાયા છે.  ત્રણ સવારી, રોંગ સાઇડે, તેમજ પુર ઝડપે વાહન હંકારતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયું છે. સીસીટીવી ફૂટેજના આધારે આગામી સમયમાં વાહન ચાલકોને ટપાલ મારફતે ઈ મેમો ઘરે જ મોકલવામાં આવશે.

પ્રત્યેક કેમેરા અલગ કામગીરી કરશે : એસ.પી 
સા.કાં. એસપી ચૈતન્ય મંડલીકે જણાવ્યું કે ફીક્સ કેમેરાથી ચેઇન સ્નેચિંગ, શકમંદ શખ્સોની ગતિવિધિ,નંબર પ્લેટ વગરના વાહનો, સીટબેલ્ટ વગર વાહન ચલાવવું વગેરેની ઓળખ તથા પીટીઝેડ એટલે કે ફૂલ ટુ ઝૂમ કેમેરા 360 ડીગ્રી સુધી ફરી શકે છે તથા ઝૂમ કરીને 809 મીટર થી વધુ દૂરનું દ્રશ્ય પણ સ્પષ્ટ કરી અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાશે અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગનાઇઝેશન-એએનપીઆર કેમેરાથી તમામ વાહનોની નંબર પ્લેટ કેપ્ચર કરી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી થઇ શકશે ત્રણેય પ્રકારના કેમેરા અલગ અલગ કામગીરી કરશે 

ઈ-મેમો ને હજુ વાર લાગશે 
કમાન્ડ કંટ્રોલ સુપરવાઇઝર આર.કે રાવતે જણાવ્યું કે ટ્રાફિક નિયમન માટે નું સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયું છે. પરંતુ શહેરના ટ્રાફિક સિગ્નલો અને જીબ્રા ક્રોસીંગ ની કામગીરી પાલિકા તથા આરએન્ડબી દ્વારા પૂર્ણ થયેથી ઈ-મેમો ની કામગીરી શરૂ કરી શકાશે.

આ વિસ્તાર કેમેરાથી સુરક્ષિત કરાયા 
સહકારીજીન રોડ, પોલિટેકનિક -સિવિલ રોડ, મોતીપુરા સર્કલ ,બાયપાસ રોડ સર્કલ, લાયન્સ ગાર્ડન, ન્યાયમંદિર વિસ્તાર, મહેતાપુરા, આરટીઓ સર્કલ, પોસ્ટ ઓફિસ, પાંચબત્તી,ટાવર ચોક, બસ સ્ટેન્ડ, જૂની જીલ્લા પંચાયત વિસ્તાર ,મહાવીરનગર ચાર રસ્તા, મહાવીરનગર રિલાયન્સ મોલ નજીક, બેરણા રોડ ફેથ હાઈસ્કૂલ નજીકનો વિસ્તાર, બલવંતપુરા રેલવે ફાટક, ગાયત્રી મંદિર રોડ, છાપરિયા ચાર રસ્તાથી રાધે સ્વીટ માર્ટ, વૈશાલી સિનેમા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો