તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Review Of The Islands Tourism Development Potential At The Island Development Authority Meeting In Gandhingar

આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠકમાં ટાપૂઓના પ્રવાસન વિકાસ સંભાવનાની સમીક્ષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 13 ટાપૂઓનો ડ્રોન ટેક્નોલોજી દ્વારા મરિન પોલીસ અને કોસ્ટગાર્ડની મદદથી સર્વે હાથ ધરાયો
  • પિરોટન, કાળુભાર, ગાંધીયાકડો, પાનેરો, રોજી, અજાડ, ભાઇદર, શિયાળ, નોરા, પિરમ, વાલવોડ, આલિયા બેટ અને કેડીયા બેટ
  • ટાપૂઓની પસંદગી વિશેષતાઓ તેમજ ભરતી વેળાની સ્થિતિ વિષયક બાબતોની ચર્ચા વિચારણા

ગાંધીનગર: ગુજરાત 1600 કિ.મી. લાંબો સમુદ્રકિનારો અને 144થી વધુ આઇલેન્ડસ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે. ઓગસ્ટમાં રચાયેલા આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બીજી બેઠકમાં રાજ્યના 50 હેક્ટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા આઇલેન્ડ-બેટના પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની સંભાવનાઓ અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં પિરોટન ટાપૂ અને શિયાળ બેટ ટાપૂની પ્રવાસન વિકાસ સંભાવનાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ઓગસ્ટમાં રચના
ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આઇલેન્ડ ટાપૂઓના વિકાસ માટે ગુજરાત સરકારે ગત ઓગસ્ટ માસમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી હતી. જેમાં મુખ્યમંત્રી ઓથોરિટીના અધ્યક્ષ છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી, વન-પર્યાવરણ મંત્રી સહિત વરિષ્ઠ સચિવો આ ઓથોરિટીના સભ્ય તરીકે સેવાઓ આપે છે.
13 જેટલા ટાપૂઓની ઓળખ કરવામાં આવી
આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ ઓથોરિટીની બીજી બેઠકમાં ટાપૂઓ પર પ્રવાસન સહિતના સર્વગ્રાહી વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરો દ્વારા પિરોટન, કાળુભાર, ગાંધીયાકડો, પાનેરો, રોજી, અજાડ, ભાઇદર, શિયાળ, નોરા, પિરમ, વાલવોડ અને આલિયા બેટ તેમજ કેડીયા બેટ જેવા 13 જેટલા ટાપૂઓની વિકાસ સંભાવનાઓ વાળા ટાપૂ તરીકે ઓળખ કરવામાં આવી છે.
ટાપૂઓનો ડ્રોન ટેક્નોલોજીથી સર્વે
બધા ટાપૂઓનો ડ્રોન ટેક્નોલોજી દ્વારા મરિન પોલીસ અને કોસ્ટગાર્ડની સહાયથી સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.  ટાપૂઓની પસંદગી વિશેષતાઓ તેમજ ભરતી વેળાની સ્થિતિ વિષયક બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. તેમાં પણ પિરોટન ટાપૂ અને શિયાળ બેટ ટાપૂની પ્રવાસન વિકાસ સંભાવનાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
ટાપૂ પર વૃક્ષો અને પરવાળા અગત્યના
પિરોટન ટાપૂ નજીકના ન્યૂ બેડી બંદરથી ત્યાં પહોંચી શકવાની બાબતે આ ટાપૂ પર લીમડો, કાથી, આંબળા, બાવળ જેવા વૃક્ષો અને ચેરના વૃક્ષ સહિત પરવાળા તેમજ ટાપૂ પર લાઇટ હાઉસ-દીવાદાંડી વગેરેને કારણે ટાપૂના પ્રવાસન ધામ તરીકે વિકાસની સંભાવનાઓ પ્રબળ છે તેની વિશદ ચર્ચા બેઠકમાં થઇ હતી.
સગવડને પગલે શિયાળ બેટની પ્રવાસન વિકાસની સંભાવના
શિયાળ બેટ ટાપૂના સંદર્ભની બેઠકમાં જણાવવામાં આવ્યું કે, નજીકના પીપાવાવ પોર્ટથી શિયાળ બેટ – સુવઇ બેટનું અંતર તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત, વીજળી અને પાઇપ લાઇનથી પાણી પૂરવઠો, સોનેરી રેત ધરાવતો સમૂદ્ર પટ – બીચ  વગેરેને પરિણામે ત્યાં પણ પ્રવાસન વિકાસ સંભાવનાઓ રહેલી છે.