ADC માનહાનિ કેસ / રાહુલ 63 મિનિટ કઠેડામાં ઊભા રહ્યા, હાથ જોડી કહ્યું- હું નિર્દોષ છું, 15 હજારના જામીન પર છૂટ્યા

Rahul Gandhi will be present in a metro court in deformation case of the Managing Director of ADC Bank
Rahul Gandhi will be present in a metro court in deformation case of the Managing Director of ADC Bank
Rahul Gandhi will be present in a metro court in deformation case of the Managing Director of ADC Bank

  • માનહાનિ કેસમાં 8 દિવસમાં ત્રીજી વખત રાહુલ કોર્ટમાં, પટણા, મુંબઈ હવે અમદાવાદ...
  • જામીન માટે કોર્ટે માગ્યા 50 હજાર, રાહુલના વકીલ બોલ્યા, પ્લીઝ 15 હજારમાં જામીન કરી દો...
  • ADC બેન્ક પર બ્લેકમનીને વ્હાઈટ કરવાનો આક્ષેપ મૂક્યો હતો
  • અત્યારે પૈસો અને સત્તાનો નશો છે, હું સુરતમાં મળીશ
     

Divyabhaskar.com

Jul 13, 2019, 02:27 AM IST

અમદાવાદ: ADC બેંકે કરેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. બપોરે 3 વાગે કોર્ટ રૂમ પોલીસ,વકીલો, પત્રકારો અને કોંગ્રેસના કાર્યકર્તાઓથી ભરચક થઇ ગયો હતો. એ વખતે કોર્ટ રૂમમાં લોકોનો ભારે હોબાળો હતો. જોકે કોર્ટે લોકોને બહાર કાઢવા આદેશ કર્યો હતો. સુનાવણી દરમિયાન રાહુલે ગુનાનો અસ્વીકાર કરી કહ્યું હતું કે ભાજપ અત્યારે નાણાં અને સત્તાના નશામાં છે. હું ગભરાતો નથી, હવે હું સુરત પણ હાજર થઈશ.

અધિકારીઓ રાહુલને સીધા કઠેડામાં લઇ ગયા

રાહુલ ગાંધી ગેટ નં. 2 થી મેજિસ્ટ્રેટની લિફ્ટમાં 6ઠ્ઠા માળે આવેલી કોર્ટ નં.13માં બરાબર 3.10 મિનિટે આવ્યા હતાં. ભરચક કોર્ટમાં પગ મૂકવાની જગ્યા ના હોવાથી એસપીજીનાં અધિકારીઓ રાહુલને સીધા કઠેડામાં લઇ ગયા હતા. ત્યારે મેજિસ્ટ્રેટ ડાયસ પર આવ્યા હતા. એ વખતે પણ ભારે ધક્કામુક્કીના દેકારાના માહોલમાં કોર્ટે અને સિનિયર વકીલોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરવી પડી હતી. કોર્ટ રૂમમાં હાજર લોકોએ મોબાઇલ પર રાહુલના ફોટા પાડ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું મને ગુનો કબૂલ નથી

રાહુલએ મેજિસ્ટ્રેટને બે હાથ જોડી નમસ્કાર કર્યા હતા. ત્યારબાદ ભારે હોબા‌ળા વચ્ચે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન.બી. મુન્શીએ કહ્યું મી.ગાંધી તમને કેસની નકલ મળી ગઇ છે. ત્યારે તેમણે નકલ મળી ગઇ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ કોર્ટે કહ્યું મી.ગાંધી તમારી સામે કરાયેલો માનહાનિ ગુનો તમને કબુલ છે. એનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું મને ગુનો કબૂલ નથી. મારી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરો. કોર્ટે રાહુલનો જવાબ નોંધવાની કાર્યવાહી શરૂ કરી. તેમનું નામ, ઉંમર, સરનામું લખવાની કાર્યવાહી કરી. ત્યારબાદ કોર્ટે જવાબની નકલ પર સહી કરવા રાહુલ ગાંધીને આપી હતી. તેમણે કોર્ટે આપેલી નકલ વાંચી અને તેમાં પાર્લામેન્ટ અને શુઘલખના સ્પેંલીગમાં ભૂલ કાઢી નકલ પાછી આપી હતી. કોર્ટે નકલમાં આ બન્ને ભૂલ સુધારતા રાહુલ ગાંધીએ તેમાં સહી કરી.

રાહુલ ગાંધીનો ગુનો જામીન લાયક

કોર્ટે રાહુલ ગાંધીની જુબાની નોંધી સમન્સની કાર્યવાહી પુરી કરી હતી. એ વખતે ફરિયાદી તરફે હાજર રહેલા સિનિયર કાઉન્સિલ એસ.વી.રાજુ અને એડવોકેટ અજીતસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી કે, રાહુલ ગાંધીએ જામીન અરજી કરવી જોઇએ. એમની સામે દેશની વિવિધ કોર્ટમાં જે કેસો થયા છે. તે તમામ કેસમાં તેમને જામીન પર મુક્ત કરાયા છે. આ કેસમાં જામીન લાયક ગુનો છે. એટલે તેમને જામીન પર જ મુક્ત કરવા જોઇએ.

કોર્ટના કઠેડામાં 1 કલાક સુધી ઉભા રહ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધી તરફે એડવોકેટ પી.એસ.ચાંપાનેરી, હિરાલાલ ગુપ્તા અને ઇકબાલ શેખે રજૂઆત કરી હતી કે, કલમ 500 મુજબ બદનક્ષીની ફરિયાદ છે. જેમાં ગુનો પુરાવાર થાય તો 2 વર્ષ અથવા તેનાથી ઓછી સજાની જોગવાઇ છે. સમન્સ ટ્રાયબલ છે. આથી કલમ 88 મુજબ પર્સનલ બોન્ડ (જાત મુતરકા) પર જામીન આપવા જોઇએ. 1 કલાક સુધી ચાલેલી કાનૂની કાર્યવાહી બાદ મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને રૂ. 15 હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતાં. એમના જામીનદાર તરીકે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડા થયા હતાં. કોર્ટના કઠેડામાં 1 કલાક સુધી ઉભા રહેલા રાહુલ ગાંધી અને મેજિસ્ટ્રેટ વચ્ચે માત્ર 5 મિનિટ જ વાતચીત થઇ હતી. કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કરતા રાહુલ ગાંધીએ બે હાથ જોડી કોર્ટનો આભાર માન્યો હતો. અને સમગ્ર કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધી દલીલો કરતા વકીલો, મેજિસ્ટ્રેટ અને લોકોની સામે જોયા કરતા હતાં. અને કોર્ટની કાર્યવાહી પુરી થતાં રાહુલ ગાંધીને 4.10 મિનિટે મેજીસ્ટ્રેટની લીફટમાંથી નીચે લઇ જવાયા હતાં.

રાહુલએ બાજરાનું થેપલું, સુખડી,ખીચું ખાધા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદ મુલાકાત દરમિયાન લો ગાડર્ન પાસેની રેસ્ટોરન્ટમાં બાજરાનું થેપલું, સુખડી,ખીચું,મસાલા ખીચડી સાથેનું ગુજરાતી ભાણું ખાધું હતું.રાહુલ ગાંધી એરપોર્ટ પર 12:53 મિનીટે ઉતર્યા પછી સીધા સર્કીટ હાઉસમાં જઇને ધારાસભ્યોને મળ્યા હતા. એરપોર્ટ પર તેમણે કહ્યું હતું કે, કર્ણાટકમાં ભાજપ પૈસા આપી,ધમકાવીને સરકાર ઉથલાવી શકે છે. ગાંધીએ કહ્યુ હતું કે, જેટલું મારી પર આક્રમણ થશે તેટલી મજબુતાઇથી હું લડીશ. ભ્રષ્ટાચાર અને અત્યાચારની સામેની લડાઇ છે, સુરતમાં ફરીથી મળીશું,કોંગ્રેસ સત્યથી મજબૂત બનશે. અહીંયા આવીને મે કોર્ટના નિયમનું પાલન કર્યુ છે. ગુજરાત ઉપરાંત બિહારમાં કેસ થાય છે, મારા ઉપર તે સારું છે.

X
Rahul Gandhi will be present in a metro court in deformation case of the Managing Director of ADC Bank
Rahul Gandhi will be present in a metro court in deformation case of the Managing Director of ADC Bank
Rahul Gandhi will be present in a metro court in deformation case of the Managing Director of ADC Bank
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી