‘વાયુ’ની અસર / રાતભરના અંધારપટ બાદ સવારે રાજ્યના 1924 ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો

Power supply in 1924 villages of the state was restarted in the morning after wind strome and rain in night

  • 904 વીજ ફીડર ખોટવાયા હતા, જેમાંથી 697 ફીડર પુનઃશરૂ કરાયા
  • બાકી ગામોનો વીજ પુરવઠો શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ

Divyabhaskar.com

Jun 13, 2019, 07:35 AM IST

ગાંધીનગર: ગુજરાતમાં વાયુ વાવાઝોડાના કારણે 2251 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી. આખી રાત વાવાઝોડા અને વરસાદ વચ્ચે વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને આજે સવારે 6 વાગ્યાની સ્થિતિએ 1924 ગામોમાં વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યારે 904 વીજ ફીડર ખોટવાયા હતા, જેમાંથી 697 ફીડર પુનઃશરૂ કરાયા છે.
વીજ થાંભલાને ફરી ઊભા કરાયા
566 વીજ થાંભલાઓને અસર થઈ હતી. જેમાંથી 230 ને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રહેલા ગામોનો વીજ પુરવઠો શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
રાજ્યના 9 જિલ્લા પ્રભાવિત થયા હતા
વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા ગામોમાં મુખ્યત્વે છોટાઉદેપુર જિલ્લાના 258, દેવભૂમિ દ્વારકાના 129, ગીર સોમનાથના 189, જામનગરના 105, જૂનાગઢના 118, મહેસાણાના 240, પાટણના 317, સાબરકાંઠાના 135, અને સુરત જિલ્લાના 263 ગામોનો સમાવેશ થાય છે તેમ જીયુવીએનએલ કંટ્રોલરૂમ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

X
Power supply in 1924 villages of the state was restarted in the morning after wind strome and rain in night
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી