• Gujarati News
  • National
  • MoU Of 4930 Crore Lithium Battery Plant Expansion Between AEPPL And Government Of Gujarat

ગુજરાત સરકાર અને જાપાનની AEPPL વચ્ચે 4930 કરોડના લિથિયમ બેટરી પ્લાન્ટ વિસ્તરણના MoU

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારૂતિ સુઝૂકી કોર્પોરેશનના હાંસલપુર પ્લાન્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
મારૂતિ સુઝૂકી કોર્પોરેશનના હાંસલપુર પ્લાન્ટની ફાઈલ તસવીર
  • ગુજરાતના હાંસલપુર બેચરાજીમાં AEPPL બે તબક્કામાં રોકાણ કરશે

ગાંધીનગર: ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેક્ટ્રોનિક્સ પાવર પ્રાયવેટ લિમિટેડ વચ્ચે કુલ રૂ.4930 કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ MoU  કરવામાં આવ્યા હતા. આ MoU પર AEPPLના મેનેજીંગ ડિરેકટર શ્રીયુત ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકારના ઉદ્યોગ અગ્ર સચિવ તથા મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ વચ્ચે હસ્તાક્ષર થયા હતા.
AEPPL દ્વારા ગુજરાતના હાંસલપૂર બેચરાજીમાં બે તબક્કે આ અંગેના રોકાણો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. 1250 કરોડના ખર્ચે લિથિયમ બેટરી પેક અને મોડ્યુલ મેન્યૂફેક્ચરીંગ ફેસેલીટીઝ 2020ના અંત સુધીમાં ઊભી કરવા સાથે 1 હજાર જેટલા સ્થાનિક યુવાઓને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી મળતી થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, AEPPL એ પ્રખ્યાત મોટર ઉત્પાદન કંપની મારૂતિ સુઝૂકી કોર્પોરેશન, ટોશીબા અને ડેન્સોનું સંયુકત સાહસ છે. સંયુક્ત સાહસના પ્રોજેકટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેની ઉપસ્થિતમાં હાંસલપૂર ખાતે 2017માં કરવામાં આવેલો હતો.  આજે થયેલા MoU અનુસાર AEPPL બીજા તબક્કાના વિતરણમાં 3715 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને 2025 સુધીમાં પ્રતિવર્ષ 30 મિલીયન સેલનું ઉત્પાદન ગુજરાતમાં કરશે.
AEPPLના મેનેજિંગ ડીરેકટર શ્રીયુત ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA એ જણાવ્યું કે, કંપની તેના ફયુચરીસ્ટીક પ્લાનમાં આગામી 2030 સુધીમાં ગુજરાતમાં 6 બેટરી પ્લાન્ટ અને 2 ઇલેક્ટ્રોડસ પ્લાન્ટ રૂ. 53 હજાર કરોડના રોકાણો સાથે શરૂ કરવા તત્પર છે. આ પ્લાન્ટ શરૂ થતાં 8  થી 10 હજાર સ્થાનિક યુવાઓને રોજગાર મળશે. એટલું જ નહીં અન્ય આનુષાંગિક ઉદ્યોગો, MSMEને પણ નવું બળ મળશે.

અન્ય સમાચારો પણ છે...