ગાંધીનગર: ગુજરાત સરકારે માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના પગાર વધારીને દિવાળીની ગિફ્ટ આપી છે. રાજ્ય સરકારે તેમના વેતનમાં અંદાજે બમણો વધારો કર્યો છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિવિધ કેડરમાં ફરજ બજાવતા વર્ગ-2, વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના વેતનમાં અંદાજે 12,692થી વધુ રૂપિયાનો વધારો કર્યો છે. 16મી ઓક્ટોબરથી આ પગાર લાગૂ થઈ જશે. જેને કારણે એસ.ટી વિભાગમાં કામ કરતા લગભગ 12 હજારથી વધુ કર્મચારીઓને લાભ મળશે. આ પગાર વધારાથી સરકારને વાર્ષિક 92.40 કરોડ રૂપિયાનું ભારણ વધશે.
કર્મચારીઓના પગારમાં થયેલો વધારો
1. સિનિયર અધિકારી વર્ગ-2નો પગાર 16,800 રૂપિયા હતો, જે વધારીને 40,000 રૂપિયા કર્યો
2. જુનિયર અધિકારી વર્ગ-2નો પગાર 14,800 રૂપિયા હતો, જે વધારીને 38,000 રૂપિયા કર્યો
3. સુપરવાઈઝર વર્ગ-3નો પગાર 14,500 રૂપિયા હતો, જે વધારીને 21,000 રૂપિયા કર્યો
4. ડ્રાઈવર કમ કંડક્ટરનો પગાર 11,000 રૂપિયા હતો, જે વધારીને 18,000 રૂપિયા કર્યો
5. એકમ કક્ષા વર્ગ-3નો પગાર 10,000 રૂપિયા હતો, જે વધારીને 16,000 રૂપિયા કર્યો
6. વર્ગ-4ના કર્મીઓનો પગાર 9,000 રૂપિયા હતો, જે વધારીને 15,000 રૂપિયા કર્યો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.