ગાંધીનગર / લગ્નેતર સંબંધો ધરાવતા IAS દહિયાને સસ્પેન્ડ કરાયા, હજુ કડક પગલાં હાથ ધરવા માટે પ્રક્રિયા કરાશે

IAS Dahiya suspended after inquiry committee report and  UPSC approval

  • 2010ની બેચના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની યુવતીએ આક્ષેપ કર્યા હતા
  • રાજ્ય સરકારે દહિયા સામે શિસ્તભંગના પગલાં અને તપાસની કાર્યવાહીને પગલે સસ્પેન્શન નીચે મુક્યા

Divyabhaskar.com

Aug 15, 2019, 01:37 AM IST

ગાંધીનગર: દિલ્હીની મહિલા સાથેના લગ્નેતર સંબંધોના આક્ષેપોને લઈને રચાયેલી તપાસ સમિતિના અહેવાલની ભલામણના આધારે રાજ્ય સરકારે 2010ની બેચના આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યા છે.

પોલીસ તપાસનાં તારણોને પણ ધ્યાને લેવાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી રશિયા પ્રવાસેથી આવ્યા પછી મુખ્ય સચિવ જે.એન. સિંઘ અને સામાન્ય વહીવટી વિભાગના અગ્ર સચિવ સંગીતા સિંહે ગૌરવ દહિયા કેસમાં વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમાં રાજ્ય સરકારની તપાસ સમિતિએ કરેલી ભલામણોની સમીક્ષા હાથ ધર્યા બાદ દહિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ જે.એન. સિંઘ અને સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ સાથે મુખ્યમંત્રીએ લગભગ આ મુદ્દે એક કલાક સુધી ચર્ચા કર્યા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો.

નાણાકીય ગેરશિસ્ત હેઠળના પગલાં લેવાશે
સસ્પેન્શન બાદ પણ હજુ દહિયાને માથે કાર્યવાહી તોળાઈ રહી છે. સામાન્ય વહીવટ વિભાગે સમિતિની ભલામણોને આધારે રજૂ કરેલાં તારણોમાં દહિયાને નોકરીમાંથી બરતરફ કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરાય તેવી પૂરી શક્યતા છે. જોકે હજુ અન્ય પુરાવાઓની ચકાસણી અને પોલીસ તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ નિર્ણય આખરી કરવામાં આવશે. આ ઉપરાંત નાણાકીય ગેરશિસ્ત હેઠળના પગલાં લેવા માટે પણ સામાન્ય વહીવટ વિભાગ પ્રક્રિયા હાથ ધરશે.

મહિલા આયોગ પણ દહિયાને બોલાવશે
પોલીસ સમક્ષ હાજર થવામાં ઠાગાઠૈયા કરનાર આઈએએસ અધિકારી ગૌરવ દહિયા એક તપાસમાંથી બહાર આવે તે પહેલા જ મહિલા આયોગે પણ તેમનું નિવેદન લેવાનું નક્કી કર્યું છે. દહિયાને હાજર થવા માટે ગુજરાત મહિલા આયોગે તાકિદ કરી છે. મહિલા આયોગ પણ ગૌરવ દહિયાનું નિવેદન લેશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગૌરવ દહિયા સામે આક્ષેપ કરનાર લીનુ સિંહનું નિવેદન લેવાનું પણ મહિલા આયોગે નક્કી કર્યું છે. આથી લીનુ સિંહનું પણ નિવેદન લેવાશે.

X
IAS Dahiya suspended after inquiry committee report and  UPSC approval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી