બીટ કોઈન કૌભાંડ / ગાંધીનગરના CBIના ઈન્સ્પેક્ટરે 5 કરોડની લાંચ લીધી, એન્ટી કરપ્સન બ્રાન્ચે ગુનો નોંધ્યો

Former Gandhinagar CBI inspector bribes Rs 5 crore Anti corruption  branch of cbi in delhi file case against  cbi inspector

  • CBIના ઈન્સ્પેક્ટર સુનિલ નાયરે 10 કરોડ માંગ્યા અંતે 5 કરોડમાં સેટલમેન્ટ થયું હતું

Divyabhaskar.com

Nov 08, 2019, 04:26 PM IST
ગાંધીનગર: ગુજરાતના બહુચર્ચિત બિટકોઈન કેસમાં સીબીઆઈ દિલ્હીની એન્ટી કરપ્સન બ્રાન્ચે અગાઉ ગાંધીનગરમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ઈન્સપેક્ટર સુનિલ નાયર સામે રૂપિયા પાંચ કરોડની ખંડણી લેવાનો ગુનો નોંધ્યો છે. સુનિલ નાયરે સીબીઆઈ ઓફિસમાં શૈલેષ ભટ્ટને બોલાવ્યો હતો. કાળા નાણા મામલે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ઈડી અને ઈન્કમટેક્સ રેડના નામે તેને બોલાવ્યો હતો. સેટલમેન્ટ માટે 10 કરોડ માંગ્યા હતા. જો કે 5 કરોડમાં ડિલ નક્કી થઈ હતી.
લાંચ કેવી રીતે લીધી?
સુનિલ નાયરે 7 ફેબ્રુઆરીએ સાંજે 5-47 કલાકે શૈલેષ ભટ્ટને ફોન કરીને સીબીઆઈ ઓફિસ આવવા કહ્યું હતું. શૈલેશ ભટ્ટ તેના એડવોકેટ ધર્મેશ પટેલ અને તેના ધંધાના સાથીદાર જિગ્નેશ મોરડીયા તથા કિરીટ વાળાને લઈને સીબીઆઈ ઓફિસ પહોંચ્યો હતો. ધવલ માવાણી પાસેથી બિટ કોઈન પડાવવા મામલે સીબીઆઈમાં ફરિયાદ કરવા માટે બીજા દિવસે કહ્યું હતું. 8 ફેબ્રુઆરીએ શૈલેષ ભટ્ટ સુનિલ નાયરને મળ્યો હતો ત્યારે નાયરે તેની પાસે 5 કરોડની માંગ કરી હતી. જેમાંથી 4 કરોડ રૂપિયા મેસર્સ ઉમેશચંદ્ર એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં ગાંધીનગર ઈન્ફોસિટી ખાતે મોકલાવ્યા હતા. જે કિરીટ પાલડિયાએ સુનિલ નાયર સુધી પહોંચાડ્યા હતા. નવ ફેબ્રુઆરીના રોજ પણ બીજા 60 લાખ રૂપિયાની માંગ કરી હતી, જે એજ આંગડિયા પેઢીમાં મંગાવીને કિરીટ પાલડિયાએ નાયરને પહોંચાડ્યા હતા. 11 ફેબ્રુઆરીએ સુનિલ નાયરે કિરીટ પાલડિયા થકી શૈલેષ ભટ્ટને એસજી હાઈવે પર બોલાવ્યા હતા અને પૈસાની લેવડદેવડ મામલે વાતચીત થઈ હતી.
સુનિલ નાયર અને કિરીટ પાલડિયાએ કાવતરું ઘડ્યું
ગુજરાતના બહુચર્ચિત બિટકોઈન પ્રકરણમાં ફેબ્રુઆરી 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને સીબીઆઈના ગાંધીનગર સ્થિત ઈન્સ્પેક્ટર સુનિલ નાયરે ગાંધીનગર બોલાવી કાળા નાણાનું બિટકોઈનમાં રોકાણ કરવામાં આવ્યુ છે તેવી ધમકી આપીને તેમાં ઈડી અને આઈટીને સામેલ કરવાની ધમકી આપી હતી. જે કેસમાં બચવું હોય તો પાંચ કરોડ આપવા પડશે તેવી માંગી હતી. સીબીઆઈના ઈન્સ્પેક્ટર સુનિલ નાયર અને શૈલેષ ભટ્ટના નજીકના મિત્ર કિરીટ પાલડિયાએ સાથે મળી કાવતરું ઘડી શૈલેષ ભટ્ટને ડરાવી પૈસા પડાવ્યા હતા.
પોલીસ કર્મીઓની ધરપકડ બાદ શૈલેષ ફરાર
સુનિલ નાયરે 5 કરોડ પડાવ્યા શૈલેષ ભટ્ટનું અમરેલી પોલીસ દ્વારા અપહરણ કરી રૂપિયા 14 કરોડના બિટકોઈન પડાવી લેવાયા હતા. બે એજન્સીઓના કર્મીઓએ લૂંટી લેવાતા આખરે શૈલેષ ભટ્ટે આ મામલે ગુજરાત સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરતા સીઆઈડી ક્રાઈમ દ્વારા અમરેલીના એસપી જગદીશ પટેલ અને ઈન્સ્પેક્ટર અનંત પટેલ સહિતના પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી. જોકે, તપાસ આગળ ચાલતા નવો ઘટસ્ફોટ થયો હતો, જેમાં શૈલેષ ભટ્ટે સુરતના ધવલ માવાણીને ઈન્કમટેક્સ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી 150 કરોડ લૂંટ્યા હતા. ફરિયાદ બાદ શૈલેષ ભટ્ટ ફરાર થયો હતો.
સુનિલ અને કિરીટ પાસે સીબીઆઈએ ગુનો નોંધ્યો
ગુજરાત સીઆઈડી ક્રાઈમ સામે જે પુરાવા આવ્યા તેમાં સીઆઈડી ક્રાઈમે સીબીઆઈ ઈન્સ્પેક્ટર સુનિલ નાયરનો સીબીઆઈને રિપોર્ટ કર્યો હતો. જેના આધારે સુનિલ નાયરની ગાંધીનગરથી શિલોંગ બદલી કરાઈ હતી. આ મામલે દિલ્હીની સીબીઆઈની એન્ટી કરપ્સન વિંગે તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં શૈલેષ ભટ્ટ દ્વારા કરાયેલા આરોપો અને સીઆઈડી ક્રાઈમે આપેલા પુરાવાને ધ્યાને લઈ સુનિલ નાયર અને કિરીટ પાલડિયા દોષિત હોવાનું ફલિત થયું હતું. જેના આધારે સીબીઆઈએ પોતાના ઈન્સ્પેક્ટર સુનિલ નાયર અને વચેટીયા કિરીટ પાલડિયા સામે ગુનો નોંધ્યો છે.
X
Former Gandhinagar CBI inspector bribes Rs 5 crore Anti corruption  branch of cbi in delhi file case against  cbi inspector

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી